Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

અમદાવાદ શહેરમાં ધોધમાર અને તોફાની વરસાદને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા તેમની તસ્વીર

- અમદાવાદ શહેરમાં શુક્રવારના દિવસે ભારે વરસાદ થયો હતો. જેથી જનજીવન ખોરવાઈ ગયું હતું. અખબારનગર અન્ડરપાસને પાણી ભરાતા બંધ કરવાની ફરજ પડી હતી.

- શહેરના મણિનગરના ભૈરવનાથ વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાયા હતા.

- ભારે વરસાદના પરિણામ સ્વરુપે શહેરના હાટકેશ્વર વિસ્તારમાં પણ ચારેબાજુ પાણી ભરાયા હતા.

- અમદાવાદમાં ભારે વરસાદ વચ્ચે શહેરના હેલ્મેટ વિસ્તારમાં ઘુંટણ સુધી પાણી ભરાયા હતા.

- શહેરના જયમંગલ વિસ્તારમાં પણ ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા. લોકોને મુશ્કેલી પડી હતી.

- શહેરના જુદાપુરા વિસ્તારમાં પણ ભારે વરસાદના લીધે ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા. ધાર્મિક વિસ્તારમાં પણ પાણી રાઈ ગયા હતા.

- ભારે વરસાદ અને તોફાની પવનના લીધે લાલદરવાજા સીદીસૈયદની જાળી પાસે વૃક્ષ ધરાશાયી થયું હતું.

- વહેલી સવારથી જ ભારે વરસાદના પરિણામ સ્વરુપે લોકો જુદા જુદા વિસ્તારમાં ટ્રાફિક જામના કારણે અટવાયા હતા.

 

(8:49 pm IST)