Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

હિંમતનગર હાઇવે પર લકઝરી બસમાંથી 8,25 કિલો ચરસનો જથ્થો ઝડપાયો :4 લાખના ચરસ સાથે એક શખ્શની ધરપકડ

 

ગાંધીનગરઃ હિંમતનગર રાજ્ય ધોરીમાર્ગ પરથી એક ખાનગી લક્ઝરી બસમાંથી રૂ.4 લાખની કિંમતનું 8.25 કિલો ચરસ ઝડપાયું છે  પોલીસે આ જથ્થો સાથે એક શખ્સની ધરપકડ કરી છે.

   ગાંધીનગરની પોલીસે બાતમીના આધારે હિંમતનગર હાઈવે પર ચંદ્રાલા પાસે વોચ ગોઠવી હતી.અહીંથી પસાર થઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસને અટકાવીને તેમાં તપાસ કરતાં ચરસનો 8.25 કિલોનો જથ્થો મળી આવ્યો હતો

 . પોલીસના જણાવ્યા મુજબ તેની કિંમત અંદાજે.4 લાખ જેટલી થવા જાય છે. પોલીસે આ જથ્થો લઈ જઈ રહેલા એક શખ્સની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે. 

(12:41 am IST)