Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

મહેસાણા મામલતદારની એટીવીટી અને હેલ્થ સેન્ટરમાં અરજદારોને હાલાકી :યુવા ભાજપે કલેક્ટરને રજૂઆતસ સાથે ગર્ભિત ચીમકી આપી

યોગ્ય કાર્યવાહી નહિ કરાય તો મુખ્યમંત્રી અને ડે ,સીએમને રજૂઆત કરવા ચીમકી

 

મહેસાણા મામલતદારની .ટી.વી.ટી. તથા હેલ્થ સેન્ટરમાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અરજદારોની લાંબી લાઈનો લાગે છે ત્યારે ટેકનીકલ સમસ્યા અને ઓપરેટરની ઓછી સંખ્યાને કારણે અરજીઓનો નિકાલ વિલંબ થાય છે બીજીતરફ અરજદારોને કચેરીમાં બેસવાની અને પીવાના પાણીની અગવડ હોઇ મુશ્કેલી હોવાનું સામે આવ્યુ છે.  મામલે મહેસાણા શહેર યુવા ભાજપે કલેક્ટરને રજૂઆત સાથે ગર્ભિત ચિમકી આપી અરજદારો માટે ઘટતું કરવા જણાવ્યુ છે.

  મહેસાણા શહેર ભાજપ યુવા મોરચા ઘ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી  જેમાં મહેસાણા મામલતદાર કચેરી ખાતે રેશનીગકાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, તથા 7-12ના ઉતારા સહિતના માટે તેમજ તાલુકા હેલ્થ સેન્ટરમાં માં વાત્સલ્ય કાર્ડ માટે અરજદારોની લાંબી લાઇનો લાગે છે. એક એક અરજીનો નિકાલ થતા સમય લાગતો હોઇ અરજદારો પરેશાન થાય છે

સમગ્ર મામલે મહેસાણા શહેર ભાજપ યુવા મોરચા ઘ્વારા મહેસાણા કલેક્ટરને લોકોની લાઇનો ઓછી થાય, છાંયડાની વ્યવસ્થા કરવા, પીવાના પાણીની વ્યવસ્થા કરવા, બેસવાની વ્યવસ્થા કરવા તથા કામ જલ્દીથી થાય તે માટે કોમ્પ્યુટર ઓપરેટરનો વધારો કરવા રજૂઆત કરાઇ છે. સાત દિવસમાં સમસ્યાનું સમાધાન થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી. જો બાબતે ઘટતું કરી યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ રજુઆત કરવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

(11:39 pm IST)