Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

ઘણા મલ્ટિપલ ફિચર્સ સાથે હોટ-૭ સ્માર્ટફોન લોંચ કર્યું

ઇન્ફિનિકસની ધમાકેદાર ઓફર

અમદાવાદ, તા.૧૮  : ટ્રાંજિઅન હોલ્ડિંગ્સની સ્માર્ટફોનની પ્રીમિયમ બ્રાન્ડ ઈન્ફિનિક્સે અમદાવાદમાં આજે અનેક મલ્ટિપલ અને હાઇટેક ફિચર્સ સાથે પોતાનો નવો હોટ-૭ સ્માર્ટફોન રજૂ કર્યો છે. ઈન્ફિનિક્સની હોટ સિરીઝને ઘણી સફળતા મળી રહી છે અને હોટ-૭માં પણ એવા ઘણા ફિચર્સ છે જે ૮,૦૦૦ની કિંમતની રેન્જના સ્માર્ટફોનમાં અગાઉ ક્યારેય જોવા મળ્યા નથી. આ ફોનમાં ૪જીબી પ્લસ ૬૪જીબી મેમરી (એકમાત્ર ફોન જે આ કિમંતમાં આ રેમ પ્લસ રોમ આપે છે), ૪૦૦૦ એમએએચ બેટરી અને ૧૩ એમપી પ્લસ ૨ એમપી એએલ-પાવર્ડ ક્વાડ કેમેરા ફ્રેમવર્ક જેવા અદ્દભૂત ફિચર્સ અને આશ્ચર્યજનક ફક્ત ૭,૯૯૯ રૂપિયાની કિંમતમાં હોટ-૭ ફોનની સબ ૮,૦૦૦ સેગમેન્ટમાં ઘણી આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી. આ ફોન ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ છે જેમાં કલરની વિવિધ શ્રેણી છે. જેમાં મિડનાઈટ બ્લેક, એક્વા બ્લૂ અને મોકા બ્રાઉનનો સમાવેશ થાય છે એમ અત્રે ઈન્ફિનિક્સ ઈન્ડિયાના શ્રી અનિશ કપૂરે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ નવા સ્માર્ટફોનમાં ફિચર્સ અને ઉપયોગિતાનું એકદમ સચોટ મિશ્રણ છે જે અમદાવાદીઓનું ધ્યાન ચોક્કસથી ખેંચશે જેઓ એક તેમના બજેટમાં અનુકૂળ એવા પ્રીમિયમ સ્માર્ટફોનમાં ઈચ્છતા હોય છે. ભારતમાં અત્યાર સુધી ઈન્ફિનિક્સ ઘણું જ સફળ રહ્યું છે અને અમારૂ ધ્યાન અમદાવાદ જેવા અદ્દભૂત બજાર પર હતું . ઈન્ફિનિક્સ ગ્રાહકો માટે બજેટ સ્માર્ટફોન કેટેગરી સાથે અત્યાધુનિક ટેકનોલોજી અને ફિચર્સ પૂરા પાડે છે જે અગાઉ આ સેગમેન્ટમાં ક્યારેય જોવા મળ્યા નથી. હોટ-૭માં આ તમામ ફિચર્સ છે અને તે સ્ટાઈલ અને પ્રીમિયમ સ્માર્ટફોનનો અનુભવ કરાવશે જે ચોક્કસથી અમદાવાદીઓનું ધ્યાન ખેંચશે. ફોનના આકર્ષક ફિચર્સ વિશે વાત કરતાં ઈન્ફિનિક્સ ઈન્ડિયાના શ્રી અનિશ કપૂરે ઉમેર્યુ કે, હોટ-૭માં ૬.૧૯ ઈંચની  એચડી પ્લસ સ્ક્રીન છે જે ૧૯:૯ નોચ ડિસ્પ્લે અને ૮૩ ટકા સ્ક્રીન ટુ બોડી રેશિયો ધરાવે છે, જે મેટલ યુનિબોડી ડિઝાઈન ધરાવે છે અને તે ૨.૫ ડી ગ્લાસ સાથે આવે છે જેનાથી સ્ક્રીન વધુ મજબૂત અને ગ્લોસી બને છે. એલસીડી સ્ક્રીનની બ્રાઈટનેસ ૫૦૦ એનઆઈટીએસ છે. હોટ-૭માં પીડીએએફ, ડ્યુલ એલઈડી ફ્લેશ અને ઓટો સિન ડિટેક્શન જેવી ખાસિયત ધરાવતો ડ્યુઅલ રિયર ૧૩ એમપી અને ૨ એમપી ફ્રેમવર્ક ધરાવતો કેમેરા છે. કેમેરા એએલ ફિચર્સથી સજ્જ છે જે શ્રેષ્ઠ સેટિંગ અથવા ઈમેજ ક્વોલિટી ઓપ્ટિમાઈઝેશનને ઓળખી શકે છે. તેમાં એએલ પોટ્રેટ, એએલ એચડીઆર, નાઈટ, સ્પોર્ટ્સ, બ્લૂ સ્કાય, ટેક્સ્ટ વગેરે જેવા આઠ કેમેરા મોડ સામેલ છે. આ ઉપરાંત શ્રેષ્ઠ ગુણવત્તાનો ફોટો લેવા માટે તે ઓટોમેટિક સેટિંગ પણ કરી શકે છે. ફોનમાં બોકેહ ફિચર આપવામાં આવ્યું છે જેનાથી ફોનધારક પોતાની રીતે ઈમેજનું બેકગ્રાઉન્ડ ઝાંખુ કરી શકે છે.

(9:41 pm IST)