Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

બિહારની બાળકીની સિવિલમાં બ્લેન્ડ એસ્ટ્રોફીની સફળ સર્જરી

સિવિલના નિષ્ણાત તબીબોની વધુ એક સિધ્ધિ : બિહારના ડોક્ટરો કે જોધપુર એઇમ્સ બાળકીની સર્જરી ન કરી શકયા : સિવિલના તબીબોને અંતે મળેલી સફળતા

અમદાવાદ, તા.૧૮ : બિહારની ૧૨ વર્ષની બાળકીને કોમ્પલેક્ષ બ્લેન્ડ એસ્ટ્રોફીની સર્જરી માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે. બિહારના કોઇપણ ડોક્ટર્સ દ્વારા આ પ્રકારની સર્જરી કરી આપવામાં આવી ન હતી. જેથી બાળકીને એઇમ્સ જોધપુરમાં લઇ જવામાં આવી હતી. એઈમ્સના ડોક્ટરે અમદાવાદ સિવિલ લઇ જવાની સલાહ આપી હતી. સિવિલમાં ૧૨ વર્ષની આ બાળકીની સર્જરી સફળતાપૂર્વક થઇ ગઇ છે અને થોડા સમય બાદ તેને રજા આપવામાં આવશે. કોમ્પલેક્ષ બ્લેન્ડ એસ્ટ્રોફી એટલે જન્મજાત પેશાબની થેલી બહાર હોવી તે ભયંકર રોગ છે,તેની સફળ સર્જરી કરી સિવિલ હોસ્પિટલના ખાસ કરીને ાીડિયાટ્રીક વિભાગના નિષ્ણાત તબીબોએ વધુ એક વાર પોતાની સિધ્ધિ અને નિપુણતાનો પરિચય કરાવ્યો છે એમ અત્રે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું. બાળકીના પરિવારજનોએ પણ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોનો લાખ લાખ આભાર માન્યો હતો. આ બહુ જવલ્લે જ જોવા મળતા અને પડકારરૂપ સર્જરી-ઓપરેશન અંગે સવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.એમ.એમ.પ્રભાકરે જણાવ્યું હતું કે, આ બાળકી બિહારની છે અને તેની ઉમંર ૧૨ વર્ષની છે. તેને પેશાબની થેલી જન્મ વખતથી જ બહાર હતી, આટલી ગંભીર તકલીફ અને રોગની સારવાર તેને બિહારમા કે જોધપુરમાં કે કયાંય શકય નહી બનતાં તેનો કેસ અહીં સિવિલમાં રિફર કરાયો હતો. આ એક પડકારરૂપ સર્જરી હતી પરંતુ તેમછતાં સિવિલ હોસ્પિટલ અને પીડિયાટ્રીક નિષ્ણાત તબીબોએ આ પડકાર ઝીલી લઇ બાળકીના બોન બ્લેડર કાપી ભેગુ કરી સફળતાપૂર્વક સર્જરી કરી હતી અને તેનો જીવ બચાવી લીધો હતો. આજે સવા મહિના પછી તેની તબિયત ઘણી સારી છે, હવે તેને રજા આપી દેવામાં આવશે. દરમ્યાન બાળકીના માતા-પિતાએ જણાવ્યું હતું કે, અમને બિહાર, જોધપુર સહિતના અનેક સ્થાનોએ તબીબોએ આ સર્જરી કરવાની ના પાડી દીધી હતી અને રૂ.૧૫-૧૬ લાખ ઓપરેશનનો ખર્ચ કર્યા પછી પણ બાળકીના જીવની ગેરંટી નહી હોવાનું જણાવ્યું હતુ અને તેના બદલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર કરાવવા સલાહ આપી હતી. જેથી અમે અહીં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના ડોકટરોનો અમે આભાર માનીએ એટલો ઓછો છે કે, તેમણે આ પડકારરૂપ સર્જરીને સફળતાપૂર્વક કરી અમારી દિકરીનો જીવ બચાવ્યો.

(9:38 pm IST)