Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

પાલનપુરની સરકારી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટરે લઘુતમ વેતન ન આપતા કામદારો હડતાળ પર ઉતરતા દર્દીઓને હાલાકી

પાલનપુર: શહેરની સરકારી હોસ્પિટલનુ ખાનગીકરણ થયા બાદ ખાનગી મેનેજમેન્ટના વહીવટને  લઇ સીવીલ હોસ્પિટલ રોજ-બેરોજ વિવાદોમાં સપડાઇ રહી છે. જેમાં સીવીલમાં વર્ષોથી ફરજ બજાવતા સફાઇ કામદારો ને પુરતું વેતન ચુકવવામાં ના આવતા તેમજ યેનકેન પ્રકારે હેરાનગતિ અને નોકરી માંથી છુટ્ટા કરી દેવાની ધમકી આપવામાં આવતા અગાઉ પણ સફાઇ કામદારો એ હડતાલ પાડી હતી જે બાદ પણ છેલ્લા દસ-પંદર વર્ષથી ફરજ બજાવતા સફાઇ કામદારો, વોેર્ડબોટ, સ્વીપર,આયાબેનો અને વર્ગ - ૪ના કર્મચારીઓને હોસ્પિટલના ખાનગી મેનજમેન્ટના કોન્ટ્રાકટર દ્વારા નજીવું વેતન ચુકવવામાં આવતા તેમજ રજાઓ કાપીને તેમને ઇમરજન્સી ના સમયે રજા માંગવા જતા તેમને ફરજમાંથી છુટા કીર દેવાની ધમકી આપવામં આવતા સફાઇ કામદારો ની હાલત કફોડી બની જવા પામી છે. જોકે મામુલી વેતનના કારે કામદારોનું ભરણ પોષણ મુશ્કેલ બનતા તેમજ કામદારો સો કોન્ટ્રાકટર અને સુપરવાઇઝર દ્વારા અપશબ્દો  બોલીને તેમને નોકરીમાંથી છુટા કરી દેવાની ધમકી આપવામાં આવતા આખરે સિવિલના ૮૦ જેટલા કામદારોએ આજે કોન્ટ્રાકટરની જો હુકમી સાથે હડતાલ પાડી હતી. અને ન્યાય માટે જિલ્લા કલેકટરને કચેરીએ દોડી આવ્યા હતા. જ્યાં કોન્ટ્રાકટરની જોહુકમી દુર કરવા તેમજ નીયમીત લધુતમ વેતન ચુકવવા નિયમિત નોકરીની સમસ્યાની સમસ્યાનો નિકાલ લાવવાની માંગ કરાઇ હતી. જોકે આજે સીવીલમાં સફાઇ કામદારો સહિત ૮૦ કર્મઓ હડતાલ ઉપર ઉતરી જતા હોસ્પિટલની સેવા કથળી પડી હતી. અને અને નસિંગ સ્ટાફ ને હાલાકી ભોગવવી પડી હતી.

(5:25 pm IST)