Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

અમદાવાદના મોટરા વિસ્તારમાં ગૃહ કંકાશથી કંટાળી બેન્કના કર્મચારીએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારતા અરેરાટી

અમદાવાદ:મોટેરા વિસ્તારમાં બેન્ક અધિકારીએ ગૃહ કલેશથી કંટાળીને પત્નીનું ગળું દબાવીને હત્યા કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ-પત્ની વચ્ચે દસ વર્ષથી તકરાર ચાલતી હતી. જે અંગે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે, આજે સવારે બન્ને વચ્ચે તકરાર થઇ હતી અને ઝપાઝપી થતાં ઉશ્કેરાઇને હત્યા કરી હતી. ચાંદખેડા પોલીસે ખૂનનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચાંદખેડા વિસ્તારમાં મોટેરા ખાતે રહેતા અને ટ્રાફિક પોલીસમાં નોકરી કરતા હસમુખભાઇ.ટી. પરમારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેમના બહેન જશુબહેનના વીસ વર્ષ પહેલા મોટેરા વિસ્તારમાં કોટેશ્વર રોડ પર આવેલી ભગીરથ સોસાયટીમાં રહેતા અને આશ્રમ રોડ પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં સિનિયર આસિન્સન્ટ તરીકે નોકરી કરતા મોતીભાઇ ડાહ્યાભાઇ મકવાણા સાથે લગ્ન કર્યા હતા.

(5:21 pm IST)