Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

સાબરકાંઠામાં શામળાજી ચેકપોસ્ટ નજીક પોલીસે 1.20 કરોડના ચરસના જથ્થા સાથે બે શખ્સોની અટકાયત કરી

અમદાવાદ:સાબરકાંઠામાં શામળાજી નજીક ચેકપોસ્ટ પરથી પોલીસે રૂ. ૧.૨૦ કરોડની કિંમતના ૨૪ કિલો ચરસ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે વાહન ચેકિંગ કરતાં કારમાં ગુપ્તખાનામાંથી માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે એક વર્ષમાં ત્રીજી વખત કરોડોની કિંમતનો કાશ્મીરી ચરસનો જથ્થો પકડાયો છે.

પોલીસે ચોક્કસ બાતમી આધારે શામળાજી નજીક રતનપુર ચેકપોસ્ટ પરથી કારમાંથી રૂ. ૧.૨૦ કરોડની કિંમતનું ૨૪ કિલો ચરસ પકડયું હતું. પોલીસે માદક દ્વવ્યની હેરાફેરી કરતા હરિયાણાના ગુલશનકુમાર રાધેશ્યામ ચમાર અને હિમાચલ પ્રદેશના ગોપાલચન્દ્ર સુરતરામ કોલીની ધરપકડ કરી હતી પોલીસે ગુનો નોધી ફરાર ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચરસનો જથ્થો કાશ્મીરથી રાજસ્થાન થઇને ગુજરાતમાં ઘૂસાડવાના હતા.

(5:21 pm IST)