Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

સુરતના સરથાણામાં ફેક આઇડીના આધારે યુવતીના બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર આરોપીના જામીન અદાલતે નામંજૂર કર્યા

સુરત: શહેરના સરથાણામાં રહેતી વિદ્યાર્થિનીની ફેક આઈડીના આધારે બિભત્સ ફોટા સોશ્યલ મીડીયામાં વાયરલ કરવાના ગુનામાં જેલવાસ ભોગવતા આરોપી યુવકના જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી છે.

સરથાણા વિસ્તારમાં રહેતી તથા કોલેજમાં ભણતી વિદ્યાર્થીનીના ફોટા ઈન્ટાગ્રામ સોશ્યલ મીડીયા સોફ્ટવેરમાં તેના નામની ફેક આઈડી  પ્રોફાઈલ બનાવીને આરોપી વૈભવ ઘનશ્યામ બરવારીયા વિરુધ્ધ ભોગ બનનારના પિતાએ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:18 pm IST)