Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

વિધાનસભાની બેઠકોના સમયમાં ફેરફારઃ ગૃહ ૧૨ વાગ્યે શરૂ થશે

શુક્રવારે સવારે ૧૦ થી ૨.૩૦નો સમયઃ ૧૨ થી ૧૨.૩૦ વિશ્રાંતિ

ગાંધીનગર તા.૧૮:  ગુજરાત વિધાનસભા સત્રમાં બેઠકોના સમયમાં ફેરફાર કરાયો છે અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જાહેરાત કરી છે.

 સોમવાર થી ગુરૂવાર દરમિયાન બેઠકનો સમય સવારે ૧૧ થી ૪.૩૦ હતો એ હવે ૧૨ થી ૫ કલાક કરાયો. રીસેસનો સમય ૨.૩૦ થી ૩ કલાક રહેશે.

 શુક્રવારના રોજ સવારની બેઠકનો સમય જે ૯.૩૦ થી ૨ હતો એ હવે સવારે ૧૦ થી ૨.૩૦ કલાક કરાયો છે. રીસેસનો સમય ૧૨ થી ૧૨.૩૦ કલાકનો રહેશે.

 જે દિવસે બે બેઠક તે દિવસ પ્રથમ બેઠક સવારે ૧૦ થી ૨.૩૦ કલાકનો રહેશે. રીસેસનો સમય ૨.૩૦ થી ૩.૩૦ કલાક રહેશે બીજી બેઠક ૩.૩૦ થી ૮ કલાક રહેશે. આ નો અમલ આવતી કાલે શુક્રવારથી થશે.

(11:42 am IST)