Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વડોદરા લક્ષ્મીપુરાના પીએસઆઈ અમિત છોવાળા 35 હજારની લાંચ લેતા ઝડપાયો

રિમાન્ડ વેળાએ માર નહિ મારવા અને મુખ્ય આરોપી ના બનાવવા લાંચ માંગી હતી

 

વડોદરામાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો પીએસઆઈ અમિત છોવાળા 35 હજારની લાંચ લેતા રંગે હાથે પકડાયો હતો. પીએસઆઈ ત્રણ મહીનાથી વડોદરામાં ફરજ બજાવે છે. રિમાન્ડ દરમિયાન આરોપીને માર નહિ મારવાના અને મુખ્ય આરોપી બનાવવા માટે પીએસઆઇએ લાંચ માંગી હતી. બાબતે એસીબીએ છટકુ ગોઠવ્યુ હતુ જેમાં પીએસઆઈ રંગે હાથે લાંચ લેતા પકડાયો હતો. પોલિસે આગળ તપાસ હાથ ધરી છે.

 વધુમાં મળતી માહિતી પ્રમાણે ગોરવા પોલીસ સ્ટેશનની પાછળ રહેતા સોહીલ સલિમ રાણાએ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વનરાજસિંહ ચૌહાણ પાસેથી પ્રતિદિન રૂપિયા 2000 ભાડાએ વર્ના કાર 20 દિવસ માટે અને ટાટા ઝેસ્ટ કાર ભાડે લીધી હતી. બે કાર પૈકી ટાટા ઝેસ્ટ કાર સોહીલે સુરતમાં એક વેપારીની ત્યાં ગીરવે મુકી રૂપિયા 1.10 લાખ લીધા હતા. જે કારમાં ટ્રાવેલ્સ સંચાલકે લગાવેલી જી.પી.એસ. સિસ્ટમના આધારે શોધી કાઢી હતી. અને સુરત પોલીસની મદદથી પરત લીધી હતી. પરંતુ, વર્ના કાર પરત મળી હતી. આથી તેઓએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં સોહિલ સલિમ રાણા સામે ફરિયાદ નોંધાવી હતી.

  ગુનાની તપાસ લક્ષ્મીપુરા પોલીસ મથકના પી.એસ.આઇ. .આર. છોવાળા કરી રહ્યા હતા. ગુનામાં સલીમ રાણા અને તેના ભાઇની ધરપકડ કરી હતી. આરોપી રાણા બંધુઓના અન્ય એક ભાઇ પી.એસ.આઇ.ને મળ્યા હતા. બે આરોપી ભાઇઓ માટે મદદરૂપ થવા વિનંતી કરી હતી. જે બાબતે પી.એસ.આઇ. .આર. છોવાળાએ ભાઇઓના રિમાન્ડ લેવા અને તેઓને મુખ્ય આરોપી બનાવવા માટે રૂપિયા 35000 લાંચની માંગણી કરી હતી. અને રૂપિયા 35,000 આરોપીઓને આપી દેવા માટે જણાવ્યું હતું.

છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલા રાણા બંધુનો અન્ય ભાઇ લાંચ આપવા માંગતો હતો. આથી તેઓએ પી.એસ.આઇ. .આર. છોવાળા સાથે મોબાઇલ ઉપર થયેલી વાતચિતના કરેલ રેકોર્ડીંગ સાથે .સી.બી.માં ફરિયાદ નોંધાવી હતી. .સી.બી. પી.આઇ. એસ.પી. કહારે અંગે ઝીણવટભરી તપાસ કરી પી.એસ.આઇ. .આર. છોવાળાની આજે રૂપિયા 35 હજાર માંગવાના ગુનામાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(12:37 am IST)
  • જામનગર પોસ્કો અદાલતનો મહત્વનો ચુકાદો :ગેંગરેપના તમામને આજીવન કેદ:પોકસો અદાલતે સગીરા પર સામુહિક દુષ્કર્મના બનાવમાં આરોપીઓ આજીવન કેદની સજા ફટકારી :અઢી વર્ષ અગાઉના એક સગીરા પર સામુહિક દુષ્કર્મના કેસમાં જામનગરની પોકસો અદાલતે એક ઉદ્યોગપતિ સહિત 6 પુરૂષ આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા ફટકારી :સગીરાને દુષ્કર્મ કરાવવા માટે પ્રેરિત કરનાર સગી માતા અને બહેનને પણ 7 વર્ષની સજા ફટકારી access_time 1:15 am IST

  • એર ઇન્ડિયાને વેચવા માટે બનનારી મંત્રીઓની પેનલના અધ્યક્ષસ્થને ગૃહમંત્રી અમિત શાહ રહેશે : નીતિન ગડકરીને પડતા મુકાયા : હવે પેનલમાં અમિતભાઈ સિવાય નિર્મલા સીથારામન - પીયુષ ગોયલ અને હરદીપસિંહ પૂરી રહેશે : ડીસેમ્બર ૨૦૧૯ સુધીમાં સરકારનો ૧૦૦% હિસ્સો એર ઇન્ડિયામાંથી વેચી નાખવાનો કેન્દ્ર સરકારનો લક્ષ્યાંક હોવાનું જાણવા મળે છે access_time 4:20 pm IST

  • હરીશ સાલ્વેએ કહ્યું :કુલભૂષણ જાધવની નિષ્પક્ષ સુનાવણી નહીં થાય તો ફરી કોર્ટના દ્વાર ખટખટાવશું ; અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને જાધવને ભારતીય જાસૂસ સાબિત કરવા વકીલો પર 20 કરોડનો કર્યો ખર્ચ : આઇસીંજેએ પાકિસ્તાનને જાધવને ફાંસી નહીં આપવાનો આદેશ આપતા તેને સૈન્ય અદાલત દ્વારા સંભળાવેલ મોતની સજા પર પુનવિચાર કરવા કહ્યું છે access_time 12:27 am IST