Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

વડોદરામાં ગણેશ ચતુર્થીમાં ડીજે વગાડવા,નવ ફૂટથી ઉંચી મૂર્તિ સહિત અનેક પ્રતિબંધો મુકાયા

ગણેશ મંડળોમાં નારાજગી :ફરી રાજકીય નેતાઓ વચ્ચે પડશે કે કેમ ??

વડોદરા પોલીસ કમિશ્નર દ્વારા આગામી ગણેશ ચતુર્થી દરમિયાન ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે ઉપરાંત 9 ફૂટથી ઊંચી મૂર્તિ પર પણ પ્રતિબંધ લાદવામાં આવતા વડોદરાના ગણેશ મંડળોમાં રોષ જોવા મળી રહ્યો છે.

  ચર્ચાતી વિગત મુજબ છેલ્લા ઘણા વર્ષોથી આ જ રીતે પ્રતિબંધો લાદયા બાદ રાજકીય નેતાઓ વચ્ચે પડે છે. અને ત્યારબાદ ફરી પરવાનગી આપી દેવામાં આવે છે. ત્યારે ગણેશ ચતુર્થી પણ રાજકીય લાભ મેળવવાનો હાથો બન્યો હોય તેવી લાગણી ગણેશ મંડળોમાં જોવા મળી રહી છે.

  વડોદરામાં મહારાષ્ટ્રના મુંબઈ પછી સૌથી મોટાપાયે આયોજન થાય છે તેવો ગણેશ મંડળોનો દાવો છે. શહેરમાં 6 હજાર 500 કરતા પણ વધુ ગણેશ મંડળો છે. અને તે પૈકીના મોટા ભાગના મંડળો 10 ફૂટ કરતા ઉંચી મૂર્તિ બનાવે છે.

(9:09 pm IST)