Gujarati News

Gujarati News

News of Thursday, 18th July 2019

૪૦૦ કિડની ટ્રાન્સપ્લાન્ટનો રેકોર્ડ ધરાવનાર ૯૦ વર્ષના ડો. એચ.એલ. ત્રિવેદીની તબિયત લથડીઃ આઇસીયુમાં સારવારમાં

અમદાવાદ :400 કિડની ટ્રાન્સપ્લાન્ટનો રેકોર્ડ ધરાવનાર અને દેશપ્રેમ ખાતર વિદેશ છોડીને ગુજરાતમાં આવીને વસેલા ડો.એચ.એલ ત્રિવેદીથી ભાગ્યે જ કોઈ પરિચીત ન હોય. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બનાવેલી કિડની હોસ્પિટલ તેમની દેણ છે. હાલ 90 વર્ષના એચ.એચ. ત્રિવેદીની હાલત ગંભીર છે. છેલ્લા બે વર્ષથી તેમની તબિયત લથડી હતી, પરંતુ ગઈકાલે તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને કિડની હોસ્પિટલના ત્રીજા માળે આઈસીયુમાં દાખલ કરાયા છે.

તબીબી સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, 90 વર્ષના ડો.ત્રિવેદી હાલ વેન્ટીલેટર પર છે. હાલ તેઓ સતત ઓર્બ્ઝર્વેશન પર છે. ઉંમરને કારણે તેમની મગજના જ્ઞાનતંતુ સૂકાઈ ગયા છે. તો તેઓ પાર્કિન્સન્સની બીમારીથી પણ પીડિત છે. આ ઉપરાંત લીવરની સમસ્યા પણ છે. ગઈકાલે તેમની તબિયત વધુ લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વિદેશ છોડીને દેશમાં વસ્યા હતા

ડો.એચ.એલ ત્રિવેદીનું આખુ નામ ડો.હરગોવિંદ લક્ષ્મીદાસ ત્રિવેદી છે. તેઓ સુરેન્દ્રનગરના ચોરાવડના વતની છે. વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે માનવ કીડની ટ્રાન્સપાલન્ટ માટે જાણીતાં તેઓ પ્રખ્યાત છે. અમદાવાદમાં બી.જે. મેડિકલ કોલેજમાં અધ્યાપકની ફરજ બજાવી હતી, તેના બાદ તેમણે કેનેડાની વાટ પકડી હતી. પરંતુ તેમનો વતનપ્રેમ તેમને પરત ગુજરાત ખેંચી લાવ્યો હતો. અમદાવાદમાં આવીને તેમણે કીડની હોસ્પિટલનો પાયો નાંખ્યો હતો, અને આમ તેઓ ભારતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના પ્રણેતા બન્યા હતા.

(5:12 pm IST)