Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

કડોદરા નજીક ચોરીના ઇરાદે એકઠા થયેલ બે યુવાનો સહીત 3 પોલીસના સકંજામાં

કડોદરા: ખાતે ખુલ્લા મેદાનમાં ચોરી કરવાના ઇરાદે ભેગા થયેલા બે યુવાન અને ત્રણ ૧૭ વર્ષના તરૃણને પોલીસે દબોચી  લીધા હતા. તેઓએ ઘરફોડ ચોરી સહિત  પાંચ ચોરીની કબુલાત કરી છે.
કડોદરા જીઆઇડીસી પોલીસ મથકના હે.કો. દિપક શંકરભાઇને મળેલી બાતમી આધારે પોલીસ ટીમે કડોદરા અકળામુખી હનુમાનજી મંદિરની સામે ખુલ્લા મેદાનમાં ભેગા થયેલા પાંચ શખ્સોને શંકાસ્પદ હિલચાલમાં ઝડપી લીધા હતા. પોલીસે સન્ની દિલીપભાઇ  (ઉ.વ. ૨૧, હાલ રહે. કડોદરા મરઘા ફાર્મ, મૂળ રહે. ધુલિયા) અને બ્રિજેશ રાજેન્દ્રસિંહ રાજપૂત (ઉ.વ. ૧૮, હાલ રહે. ડીંડોલી) તથા બીજા ત્રણ ૧૭ વર્ષના તરૃણની સઘન પૂછતાછ કરતા અગાઉ કડોદરા તથા પલસાણામાં  અનેક ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
તેમજ એક માસ અગાઉ કડોદરા ખાતે વૈભવલક્ષ્મી બિલ્ડીંગમાં ચોથામાળે ફલેટની બારીમાંથી પ્રવેશ કરી સુટકેશમાં મુકેલી ત્રણ જોડી કાનની બુટ્ટી, સોનાનું લોકેટ, સોનાની અંગુઠી તથા ચાંદીના ઘરેણાં મળી રૃ. ૨૬૫૦૦ની મત્તાની ચોરી કરી હતી. જે તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(4:55 pm IST)