Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઈમ-ટ્રાફીક) જેવી મહત્વની જગ્યાએ પસંદ થયેલ એચ.આર. મુલિયાણા કાલે ચાર્જ લેશે

અસામાજિક તત્વો સામે જંગે ચઢેલ સતિષ શર્માના હાથ મજબુત કરવા પોસ્ટીંગ

રાજકોટ, તા. ૧૮ :. રાજ્ય પોલીસ તંત્રના સિનીયર કક્ષાના આઈપીએસ અધિકારીઓની બઢતી-બદલીમાં અમદાવાદ પોલીસ કંટ્રોલના નાયબ પોલીસ કમિશ્નર એચ.આર. મુલિયાણાની યશસ્વી કામગીરી નિહાળી સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઈમ અને ટ્રાફીક) તરીકે પસંદગી થતા તેઓ કાલે ગુરૂવારે પોતાનો ચાર્જ સંભાળી લેવાના હોવાનું સૂત્રો જણાવે છે.

ઈસરોમાં સાયન્ટીસ્ટ જેવા પદ પર રહી ચૂકેલા ડાયરેકટ ડીવાયએસપી પદે પસંદ થયેલ એચ.આર. મુલિયાણાએ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચમાં એસીપી અને વડોદરા ક્રાઈમ બ્રાંચના ડીસીપી તરીકે બબ્બે વખત હોદો સંભાળવા સાથે આતંકવાદી પ્રવૃતિઓ, બનાવટી નોટો, ડ્રગ્સ માફીયાઓ સામે કડક હાથે કામગીરી કરી હતી. પોરબંદરમાં તેઓની કામગીરીને આજે પણ યાદ કરવામાં આવે છે. ઉચ્ચ કક્ષાના સિનીયર અધિકારીઓએ તેમના સીઆર ખૂબજ યશસ્વી રીતે લખેલા છે. મૂળ રાજકોટના આ વતનીને સુરતમાં પોલીસ કમિશ્નર સતિષ શર્મા દ્વારા અસામાજિક પ્રવૃતિઓ સામે ચાલતી ઝુંબેશમાં હાથ મજબુત બનાવવા એચ.આર. મુલિયાણાની પસંદગી થયાનું   સચિવાલય   વર્તુળો   જણાવે   છે.

(4:23 pm IST)