Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રાજયના 13 જળાશયો હાઇ એલર્ટ :રાજકોટના ભાદર-2, રાવલ, શિંગોડા ડેમ,જૂનાગઢના ઓઝત-2, અને મધુવંતી ડેમને એલર્ટ જાહેર

અમદાવાદ :ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે અનેક જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થઇ રહી છે. રાજય પૂર નિયંત્રણ એકમ (ગાંધીનગર) દ્વારા રાજયના 13 જળાશયો છલકાઇ જતા હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે પાંચ ડેમો (જળાશયો)ને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 જળાશયોમાં સારી એવી પાણીની આવક થઇ રહી હોવીથી, આ ડેમોના નીચાણવાળા વિસ્તારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે.

 નર્મદા ડેમમાં પણ ઉપરવાસમાંથી વરસાદની સારી એવી પાણીની આવક વધી રહી છે. હાલની સ્થિતિએ નર્મદા ડેમની જળસપાટી 111.24 મીટર છે. એટલે કે, સરદાર સરોવર ડેમ 39.79 ટકા ભરાયો છે.
રાજ્યમાં જે જળાશયો સૂંપર્ણ ભરાઇ ગયા છે તેમાં નવસારી જિલ્લાના ઝૂંજ, અમરેલીના વડિયા, જામનગરના પુના, ભાવનગરનાં રોજકી અને બગડ, ગીર-સોમનાથના મચ્છુન્દ્રી, જામનગરનાં ઉન્ડ-3, નવસારીનાં કેલીયા અને તાપીનાં દોસવાડા જળાશય સંપૂર્ણ ભરાઇ ગયા છે.
ગીર-સોમનાથ જિલ્લાના રાવલ, શિંગોડા ડેમ, તથા રાજકોટના ભાદર-2, જૂનાગઢના ઓઝત-2, મધુવંતી એમ કૂલ પાંચ જળાશયોને હાઇ એલર્ટ જાહેર કરાયા છે.

(1:47 pm IST)