Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

વણઝારા, અમિનની ડિસ્ચાર્જ પિટિશન પર ઇશરતની માતાએ ઉઠાવ્યો વાંધો

એન્કાઉન્ટરમાં બંનેની ભૂમિકા મુખ્ય હોવાનો દાવો

અમદાવાદ તા. ૧૮ : વર્ષ ૨૦૦૪માં થયેલા ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં રીટાયર પોલીસકર્મી ડી.જી વણઝારા અને એન.કે અમિન દ્વારા સ્પેશિયલ CBI કોર્ટમાં કરાયેલી ડિસ્ચાર્જ અરજી વિરુદ્ઘમાં હવે મંગળવારે ઈશરતની માતા શમીમા કૌસર દ્વારા બંને ડિસ્ચાર્જ અરજીઓ વિરુદ્ઘ વાંધાજનક અરજી દાખલ કરાઈ છે. કોર્ટે આ મામલે વધુ સુનાવણી બુધવાર સુધી સ્થગિત કરી છે.

ઈશરત જહાં અને અન્ય ત્રણ વ્યકિતઓના આતંકીઓ સાથે કનેકશન હોવાની શંકાએ ૧૫ જૂન ૨૦૦૪એ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા એન્કાઉન્ટર કરાયું હતું. આ કેસમાં પૂર્વ ઈન્ચાર્જ DGP પી.પી પાંડેયને કાર્ટ દ્વારા ડિસ્ચાર્જ કરાતા પૂર્વ DIG વણઝારા અને તત્કાલિન ACP અમિને ઈશરત જહાં કેસમાંથી ડિસ્ચાર્જ માટે CBI કોર્ટમાં અરજી કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેમની વિરુદ્ઘમાં કોઈ પૂરાવા નથી અને CBIએ આદેશ હેઠળ તેમને ફસાવ્યા છે.

તો બીજી તરફ ઈશરતની માતાએ એવા દાવા સાથે વિરોધ કર્યો હતો કે પૂરક સાર્જશીટ હજુ સુધી કોર્ટ સમક્ષ લવાઈ નથી. CBI કોર્ટ દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૪માં વધારેના પૂરાવા સાથે પૂરક અરજી ફાઈલ કરાઈ હતી, પરંતુ કોર્ટે હજુ સુધી તેની નોંધણી કરી નથી.

શમીમાએ પોતાની પહેલી ચાર્જશીટમાં સાક્ષી સહિતના સબૂતો સાથે દાવો કર્યો હતો કે તેની દીકરી સહિત ચાર લોકોને ખોટી રીતે ઉપાડી જઈને એન્કાન્ટર કરવામાં વણઝારા અને અમિનની મુખ્ય ભૂમિકા હતી. તેણે ભાર પૂર્વક જણાવ્યું કે, DySP પરિક્ષીતા ગુર્જર દ્વારા તપાસ અને ચાર્જશીટ ખોટી છે, ગુર્જરના સ્ટેમેન્ટથી સાબિત થાય છે કે તેને આ મર્ડરને એન્કાઉન્ટર સાબિત કરવા માટે વણઝારા તરફથી સૂચનો મળતા હતા. શમીમાએ ચાર્જશીટમાં સાક્ષીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વણઝારા જુન ૧૨થી જુન ૧૫, ૨૦૦૪ સુધી આ એન્કાઉન્ટરમાં સક્રિય હતો અને તે મુખ્ય માસ્ટરમાઈન્ડ હતો. તે સતત ચારેયની પૂછપરછ માટે જતો અને પહેલા FIR દાખલ કરીને બાદમાં બનાવટી પૂરાવાની એકઠા કરતો. શમીમાની વાંધાનજક અરજીમાં લખ્યું છે કે, વણઝારા સતત પોલિટીકલ નેતાઓના સંપર્કમાં હતો અને ઈશરત સહિતના લોકોને ફસાવવા માટે તેને આદેશ મળ્યા હતા.

અમિનની ડિસ્ચાર્જ અરજી વિરુદ્ઘ અમીમાનીએ ચાર્જશીટમાં જણાવ્યું કે, તે એન્કાઉન્ટર સ્થળ પર હાજર હતો. તેણે ઈશરત અને જાવેદ શેખ ઈલિયાસ પ્રનેશ પિલ્લાઈની મુલાકાતા લીધી હતી. શમીમાએ ઉલ્લેખ કર્યો કે અમિનનો કેસ પાંડે કરતા અલગ છે. કારણ કે તે એન્ટારઉન્ટર સ્થળે ઉપસ્થિત હતો. ઉલ્લેખનીય છે કે શમીમાએ આ પહેલા પાંડેની ડિસ્ચાર્જ અરજીને પણ ચેલેન્જ કરવાની વાત કહી હતી.(૨૧.૧૪)

(11:49 am IST)