Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

ભરૂચના પુષ્પા બાગ પાસે ગેસના સિલિન્ડરમાં લીકેજ સ્થાનિકોમાં ભયનો માહોલ:ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ

વહેલી સવારે કચોરી સહિત વિવિધ નાસ્તા બનાવતી વેળાએ ગેસ લીકેજથી દોડધામ

ભરૂચના પુષ્પા બાગ પાસે ગેસના બોટલમાં લીકેજ થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.ઘટનાની જાણ ફાયર બ્રિગેડે  ઘટના સ્થળે પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઇ જાનહાની થઈ નહોતી.

   મળતી વિગત મુજબ વહેલી સવારે કચોરી સહિત વિવિધ નાસ્તા બનાવતા એક વ્યક્તિને ત્યાં અચાનક ગેસનાં સિલિન્ડરમાંથી લિકેજ થયું હતું. જેના પગલે સોસાયટીમાં જાણ થતાં ભારે દોડધામ મચી હતી ઘટના સંદર્ભે નગર પાલિકાના ફાયર વિભાગને જાણ કરાતાં સ્થળ ઉપર દોડી આવેલી ટીમે સિલિન્ડરમાંથી લિકેજ થઈ રહેલા ગેસને બંધ કરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે સમયસર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી જતાં સદનશીબે કોઈ જાનહાની નોંધાયી નથી.

(11:33 am IST)