Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

રાજ્યમાં ભારે વરસાદને કારણે 10 સ્ટેટ હાઇવે સહીત 229 રસ્તાઓ બંધ:રાહત-બચાવ કામગીરી મટે એનડીઆરએફની 20 ટુકડી તૈનાત

અમદાવાદ :રાજ્યમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાથી રાજ્યના કુલ 229 રસ્તાઓ બંધ છે. જેમાં 10 સ્ટેટ હાઇવે અને 202 પંચાયત હસ્તકના રસ્તાઓ અને 13 અન્ય રસ્તાઓ બંધ છે રાજ્યમાં બચાવ તેમજ રાહત કામગીરી માટે એનડીઆરએફની 20 ટીમ હાલ તહેનાત છે.

.  એક તરફ અતિવૃષ્ટિ જેવો માહોલ છે ત્યારે રાજ્યના 39 તાલુકાઓના 147 ગામોમા 193 ટેન્કરથી પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે.13 જેટલા જિલ્લાઓમાં 48,244 ક્લોરીનની ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું છે. 12 જિલ્લાઓમાં 3,113 ઓઆરએસના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

 

(11:32 am IST)