Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ડોક્ટરો પર થતા હુમલાઓ બાબતે IMA,નર્મદા દ્વારા સેવ ધ સેવિયરના પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન :આવેદનપત્ર અપાયું

આરોગ્ય કર્મીઓ પર થતા હુમલાઓને લઈને "સેવ ધ સેવિયર"ના બેનરો સાથે રાજપીપળામાં ડોકટરોનો વિરોધ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : થોડા દિવસ અગાઉ ડોકટર ઉપર હુમલાની ઘટના સામે આવી હતી. ડોકટરો સહિતના આરોગ્ય કર્મીઓ પર હુમલાઓના બનાવ બનતા હોય છે. આ પરિસ્થીતીને ધ્યાને લઈ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નર્મદા એ "સેવ ધ સેવિયર "ના નારા સાથે રાષ્ટ્ર વ્યાપી વિરોધ નોંધાવ્યો છે.
  રાજપીપળામાં આઇએમએ દ્વારા જિલ્લા સેવાસદન ખાતે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું, આરોગ્ય કર્મીઓ ઉપર થતા હુમલાઓ સામે આજે જિલ્લા કલેકટર ડી.એ.શાહને આઇએમએ નર્મદા ના પ્રમુખ ડો.ગિરીશ આનંદ,મંત્રી ડો.હિતેન્દ્ર,તથા પૂર્વ પ્રમુખ ડો.દર્શનાબેન દેશમુખ,રેડક્રોસ ના ડો.જાદવ,ડો.સમીર મહેતા.ડો.પૂર્વેશ શાહ સહિતના દ્વારા આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે ડોકટરો દ્વારા પોતાની મેડિકલ સેવા ચાલુ રાખવામાં આવી હતી.આઇએમએની વડી શાખા (નવી દિલ્લી )ના આદેશ અનુસાર તમામ રાષ્ટ્રવ્યાપી શાખાઓ દ્વારા આરોગ્ય કર્મીઓ પર થતા હુમલાઓ સામે આજે "સેવ ધ સેવિયર "ના નારા સાથે વિરોધ પ્રદર્શ કરવામાં આવ્યું હતું.
  આઇએમએના પ્રમુખ ડોક્ટર ગિરીશ આનંદ એ જણાવ્યું હતું કે આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત કરવી એ રાજ્ય અને કેન્દ્ર સરકારની જવાબદારી છે. ડોકટર અને નર્સો પર થતા હુમલાઓ સામે સખ્ત કાયદો અને તેના ત્વરિત અમલીકરણ માટેની માંગ કરવામાં આવી છે.

(10:34 pm IST)