Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

કડી તાલુકાના સૂરજ ગામે આડા સંબંધના મામલે ઝઘડો કરી પત્નીને આડેધડ ઘા જીકી મોતનેઘાટ ઉતારનાર પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

કડી:તાલુકાના સુરજ ગામમાં રહેતા એક શખસે પોતાના કથિત આડા સંબંધોના મામલે થતાં ઝઘડાઓનો અંત આણવા પોતાની પત્નિને આડેધડ મારીને હત્યા કરી નાખી હતી. આ અંગે મૃતક પરિણીતાના પિતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે.

દેત્રોજ તાલુકાના ઓઢવ ગામમાં રહેતા ખેડૂત બાબુભાઈ અંબારામ નાડીયા ઉપર મોરબી ખાતે રહેતા તેમના ભાઈ ગોવિંદનો ફોન મોડીરાત્રે બે વાગે આવ્યો. તેમણે કહ્યું કે તમારા જમાઈ મંગેશ ઉર્ફે મનુનો ફોન આવ્યો હતો અને તેણે જણાવેલ કે તમારી ભત્રીજી સરોજ સાથે ઝઘડો થતાં મેં તેને મારી છે. તમો આવીને લઈ જાવો. જેથી બીજા દિવસે વહેલી સવારે બાબુભાઈ પોતાના દિકરા સંજયની રિક્ષામાં કડી તાલુકાના સુરજ ગામમાં રહેતી પોતાની દિકરીના ઘરે ગયા હતા. અહીં તેમણે ઘરમાં સરોજની લાશ પડેલી જોતાં અવાચક થઈ ગયા હતા.

(5:56 pm IST)