Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

તબીબી સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપર થતા હૂમલાના વિરોધમાં આઇઍમઍ સુરત દ્વારા ‘સેવ ધ સેવિયર’ના નારા સાથે વિરોધ પ્રદર્શનઃ વડાપ્રધાનને આવેદન

સુરત: તબીબી સહિત સમગ્ર આરોગ્ય કર્મચારીઓ પર થતાં હુમલાના વિરોધમાં આઈએમએ સુરત દ્વારા આજે સેવ સેવિયરના નારાઓ સાથે વિરોધ દર્શાવ્યો. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સહિત પાંચ જગ્યાઓ પર શાંતિ વિરોધ પ્રદર્શન સાથે દેખાવો કરવામાં આવ્યો હતો. તબીબ વ્યવસાય અને પ્રોફેશનલ પરના હુમલાને લઈને વડાપ્રધાનને આવેદન પત્ર પાઠવ્યું હતુ.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર હિરેન શાહ અને સેનેટરી ડોક્ટર રોનક નાગરીયાએ જણાવ્યું હતુ કે, શુક્રવારે શહેરના તમામ આરોગ્ય કર્મચારીઓ બ્લેક બેજેસ, ફલેગ્સ, માસ્ક, રિબીન, શર્ટ વગેરે પહેરી કામ કરશે. જેના ભાગે રૂપે આજે સુરત, નવી સિવિલ, સ્મીમેર સહિત પાંચ અલગ અલગ સ્થળો પર તબીબો દ્વારા શાંતિ વિરોધ પ્રદર્શન કર્યું છે. તબીબ વ્યવસાય અને પ્રોફેશનલ્સ પરના હુમલાને લઈને વડાપ્રધાને પણ આવેદન પત્ર પાઠવાયું છે. જ્યારે વહીવટી, રાજકીય નેતાઓ, એસએસપી ડીએમ ધારાસભ્યો અને વિસ્તારના સાંસદોને પણ રજૂઆત કરાઈ છે.

વિરોધ કરનાર સ્મીમેરના ડો. વિપુલ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે, તબીબોને જે સોફ્ટ ટાર્ગેટ બનાવી જુદા જુદા કારણોસર તબીબો પર ઘાતક હુમલા તેમજ પ્રોપર્ટીને પણ નુકસાન કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધ નોંધાવાઈ રહ્યો છે. જેટલુ નહીં આવા હુમલાઓ વઘતા જશે તો લોકો નીડર બની જશે અને અનૈતિક તત્વો બેફામ બની જશે. જેથી સેન્ટ્રલ લેવલ પર ખૂબ કડક કાયદા બનાવી તેનો સખ્ત અમલ કરવામાં આવે તો પ્રકારની ઘટનાઓ અટકી શકશે. ઉલ્લેખનીય છે કે, તબીબોએ કામ યથાવત રાખીને શાંતિ વિરોધ પ્રદર્શન કર્યું છે.

(5:40 pm IST)