Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ગૌ તસ્કરો સામે ભભૂકતો રોષ : ગૌ રક્ષક હાર્દિક કંસારાએ ગૌ સેવા માટે પોતાનો જીવ આપી દીધો

વલસાડના ડુંગરી બમખાડી પાસે ગૌ તસ્કરી અટકાવતા પ્રયાસ: ચાલકે ટેમ્પો ચઢાવી દેતા જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા હાર્દિકનું મોત : ટેમ્પો ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ ડુંગરી નજીક બામખાડી પાસે ગૌવંશને કતલખાને લઈ જતા અટકાવી રહેલા એક ગૌરક્ષકનું ગૌતસ્કરી વાળા ટેમ્પોની અડફેટે આવી જતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. પણ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાના ભત્રીજા હાર્દિક કંસારાએ 11 ગૌ વંશને બચાવ્યા છે.જ્યારે હાર્દિકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું

 વલસાડ અને ડુંગરી વચ્ચે 17જૂનની મોડી રાત્રે ગૌવંશની તસ્કરી થવાની હોવાની ચોક્કસ બાતમી મળતા વલસાડના ગૌરક્ષક હાર્દિક કંસારા અને તેની ટીમ ડુંગરી વિસ્તારમાં વોચ પર બેઠા હતા.

  તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો નંબર MH-04-FD-2714 આવતા ગૌરક્ષકોએ તેને અટકાવવાનો ઈશારો કરતા ટેમ્પોચાલકે ટેમ્પો ઉભો ન રાખતા ભગવા જતા વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખના ભત્રીજા હાર્દિક કંસારાને ટેમ્પાએ અડફેટે લેતા હાર્દિકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું ટેમ્પોચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો.

 બનાવની જાણ ડુંગરી પોલીસને થતા ડુંગરી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. ગૌવંશની તસ્કરીના ટેમ્પામાંથી પોલીસને 10 ગાય અને એક નંદી મહારાજ મળી કુલ 11 ગૌવંશ ભરેલો ટેમ્પો ઘટના સ્થળેથી મળી આવ્યો હતો.

 બનાવની જાણ ઉચ્ચ અધિકારીઓને થતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

વલસાડ ગૌ રક્ષકોની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડથી એક ટેમ્પો ન. MH-04-FD-2714 ગૌ વંશ ભરી ડુંગરી તરફ જઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ ગૌરક્ષક દળની ટીમ ડુંગરી પોલીસની સાથે વોચમાં ઉભી હતી. જે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા હાર્દિક અને તેના સાથીઓએ ટેમ્પને અટકાવવાનો ઈશારો કર્યો હતો. તેમ છતા વલસાડથી ગૌવંશ ભરી જઈ રહેલા ટેમ્પો ચાલકે ટેમ્પો ઉભો રાખવાની જગ્યાએ ભાગવા જતા ટેમ્પો ચાલકે ગૌરક્ષક હાર્દિક કંસારા ઉપર ટેમ્પો ચઢાવી અકસ્માત સર્જ્યો હતો.

અકસ્માત કરી ઘટના સ્થળે ટેમ્પો મૂકી ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ ડુંગરી પોલીસને થતા ડુંગરી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. ગૌરક્ષકનું ગૌ વંશની રક્ષા કરતા મોત નીપજ્યું હોવાની બનાવની જાણ જિલ્લાના ગૌરક્ષકોને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવની જાણ પોલીસ વિભાગને થતા ડુંગરી બામખાડી ખાતે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ટેમ્પો ચાલકને

(3:21 pm IST)