Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ગુજરાત કોંગ્રેસ એકશન મોડમાં : લેવાઈ શકે છે હકાલપટ્ટી સુધીનો નિર્ણય : કામગીરીના રિપોર્ટ મંગાવાયા

અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી, ભરતસિંહ સોલંકી અને અર્જુનભાઈ મોઢવાડીયા સહિતના દિગ્ગજ નેતાઓની બેઠકોનો દોર શરૂ : બેઠકમાં પ્રજાને રીઝવવાથી લઈને જિલ્લા અને તાલુકામાં નબળી કામગીરી વિશે પણ ચર્ચા કરવામાં આવી

અમદાવાદ,તા. ૧૮: રાજયમાં અગામી વર્ષે વિધાનસભાની ચુંટણી યોજાવાની છે જેને ધ્યાને લઈ ગુજરાત કોંગ્રેસને હવે એકશન મોડમાં આવી ગઈ છે. પ્રદેશ નેતા અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડીયા સહિતના દિગ્ગજ નેતાઓની બેઠકોનો દોર શરૂ થઈ ચુકયો છે

બેઠકમાં પ્રજાને રીઝવવા થઈ લઈને જિલ્લા અને તાલુકામાં નબળી કામગીરી વિશે પણ ચર્ચા કરવામાં આવી તેમજ નબળી કામગીરી કરવાવાળાઓની હકાલપટ્ટી પણ કરવાન સુધીનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે.

ગુજરાત કોંગ્રેસ જિલ્લા અને તાલુકામાં કામગીરીને લઈ રિપોર્ટ માંગ્યો છે તેમજ પ્રદેશ કોંગ્રેસે જિલ્લા સમિતિ પાસેથી નામોની યાદી પણ મંગાવી છે તેમજ પક્ષ માટે સારૂ કામ કરનાર લોકોની પણ યાદી મંગાવવામાં આવી છે કોંગ્રેસમાં થઈ રહેલી આ ચહલ પહલને જોઈને લાગી રહ્યું છે કે કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા ગ્રાઉન્ડ લેવલે નવા ચહેરાઓને આગળ કરી શકે છે.

મહત્વનું છે કે કેટલાયં વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીઓ જીતી શકી નથી, ગુજરાતમાં ભાજપનું એક હથ્થુ શાસન છે, ગુજરાત કોંગ્રેસ આગામી ચૂંટણી માટે રાજકીય રોડ મેપ તૈયાર કરવાના આયોજનમાં લાગી ગયુ છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે.

(3:00 pm IST)