Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

નવસારી અને વલસાડમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ

ગણદેવીમાં પોણા છ ઇંચ, જલાલપોરમાં સાડા ત્રણ ઇંચ, નવસારીમાં સાડા ત્રણ ઈંચ, ખેરગામમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો: વલસાડમાં બપોરે 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ

સુરત : આજે સવારથી જ નવસારી અને વલસાડમાં મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી હતી. દિવસ દરમિયાન નવસારીના ગણદેવીમાં પોણા છ ઇંચ, જલાલપોરમાં સાડા ત્રણ ઇંચ, નવસારીમાં સાડા ત્રણ ઈંચ, ખેરગામમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વલસાડમાં બપોરે 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરતમાં એક ઇંચ વરસાદ પડયો હતો. હવામાન વિભાગે આગામી ચાર દિવસ પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે

(12:30 pm IST)