Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

ફાસ્ટેઝને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી

ટોલપ્લાઝા પર ભીડ ઓછી કરવા વ્યવસ્થા કરવી છે : વ્યકિતગત હિત (સ્પોન્સડર્ન) હોય તેવું જણાય છે

રાજકોટ : હાઇવે પરના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ દ્વારા જ ટોલના રૂપિયા ચૂકવવાના નિયમ વિરૂદ્ઘ થયેલી જાહેરહિતની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. તે સાથે જ અરજદાર પ્રત્યે હાઇકોર્ટે નારાજગી વ્યકત કરીને એવી માર્મિક ટકોર કરી  હતી કે, 'આ અરજી  જાહેર હિતની નહીં, , પરતુ વ્યકિતગત હિત  (સ્પોન્સર્ડ) હોય તેવું જણાય છે.' અરજદારની રજૂઆત હતી કે, ફાસ્ટેગ ન હોય તો બમણો ટોલ લેવામાં આવે છે. ઉપરાંત ફાસ્ટેગ સાથે આધાર અને બેંક ખાતા લિન્ક કરવાની વ્યવસ્થા પણ ગેરબંધારણીય છે. અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા ટોલપ્લાઝા પર ટોલ ચૂકવણી માટે ફાસ્ટેગ આઇ.ડી. ફરજિયાત કરવામાં આવ્યા છે. વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થાય ત્યારે ફાસ્ટેગ આઇ.ડી. સ્કેન કરી કાર માલિક કે ડ્રાઇવરના એકાઉન્ટમાંથી જ પૈસા કાપવામાં આવે છે. ફાસ્ટેગ આઇ.ડી. બનાવવા માટે જે-તે વ્યકિતના આધાર કાર્ડ અને બેન્ક ખાતા સાથે આઈ.ડી. લિન્ક કરવામાં આવે છે. આવી રીતે આધાર કાર્ડ અને બેન્ક ખાતાને લિન્ક કરી વ્યકિતની પ્રાઇવસીનો ભંગ કરાય છે અને બંધારણના અનુચ્છેદ-૨૧નો ભંગ થાય છે. દિલ્હી અને  મુંબઈ હાઇકોર્ટમાં પણ સમાન મુદે થયેલી રિટમાં નોટિસ જારી રવામાં આવી છે.જોકે, હાઇકોર્ટે આ દલીલનો રદ કરતાં ટકોર કરી હતી કે, આ રિટ સ્પોન્સર્ડ હોય તેવું લાગી રહ્યું છે, તેથી અમે તેને દાદ આપવા માગતા નથી. ટોલપ્લાઝા પર થતો ટ્રાફિક જામ ઓછો કરવા ફાસ્ટેગની વ્યવસ્થા કરવા કરવામાં આવી છે.
 

(11:45 am IST)