Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વડોદરામાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : અનેક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી : વીજ પુરવઠો ખોરવાયો

રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં

વડોદરા શહેરના રાવપુરા, માંડવી, ન્યાયમંદિર, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયાં હતાં. જેને પગલે વાહનચાલકો ખુબ જ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી.

અનેક સ્થળોએ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયાં હતાં. આ ઉપરાંત 3થી 4 સ્થળોએ ઝાડ નીચે વાહનો દબાઇ ગયાં હતાં અને અનેક સ્થળોએ ટ્રાફિકજામનાં દૃશ્યો પણ સર્જાયા હતાં.

(12:11 am IST)