Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

આગામી ચાર દિવસ રાજ્યમાં તોફાની પવન ફુંકાશે : ભારે વરસાદની આગાહી

સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છ, અમદાવાદ, આણદં અને ખેડા જિલ્લામાં તોફાની પવન ફુંકાશે: માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી

અમદાવાદ : ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઇ રહ્યું છે ત્યારે  હવામાન ખાતાએ ભારે પવનની  આગાહી કરી છે. હવામાન ખાતાના ડીરેકટર મનોરમા મોહંતી  અનુસાર ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં આગામી ચાર દિવસ માટે તોફાની પવન ફૂંકાશે. અને તેની ગતિ પ્રતિ કલાકના 40થી 45 કિલોમીટરની રહેશે. અરબી સમુદ્રમાં ઇસ્ટ સેન્ટ્રલ દિશામાં પવનની ગતિ 55થી 60 કિલોમીટરની રહેશે. આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયામાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે

. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, કચ્છ, અમદાવાદ, આણદં અને ખેડા જિલ્લામાં પવનની ગતિ વધુ હશે.અને પ્રતિ કલાકના 40થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આ ઉપરાંત કેરાલા કર્ણાટક ગોવા મારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં અને આંદામાનમાં પણ પવનની ગતિ પ્રમાણ વધુ રહેશે.

 

(12:03 am IST)