Gujarati News

Gujarati News

News of Friday, 18th June 2021

સાગબારા માં જમીન બાબતેના ઝગડામાં મારામારી થતા સામસામી ફરીયાદ : કુલ 06 વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના સાગબારા ખાતે જમીન બાબતે થયેલા ઝગડામાં બંને પક્ષે સામસામી ફરીયાદ કરતા કુલ છ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.
   મળતી માહિતી અનુસાર સાગબારા બસ સ્ટેન્ડ પાસે તા.16 જૂને સવારે 10.30 કલાકે ઘનશેરા ગામની સીમમા આવેલ જુનો સર્વે નંબર ૨૧ તથા નવા સર્વે નંબર ૧૧૪ વાળી જમીન બાબતે બે પક્ષ વચ્ચે માથાકૂટ થતા મારા મારી થઈ જેમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા પ્રથમ ફરિયાદ મોહસીનખાન મહેબુબખાન આરબ (રહે. સાગબારા પંચાયત ફળીયુ) નાઓ એ ફારૂક અબ્દુલગની આરબ, આરીફ અબ્દુલગની આરબ, ઇનાયત સાકીર હુસેન આરબ અને અબ્દુલગની અહેમદહુસેન આરબ( ચારેય રહે. સાગબારા પટેલ  ફળીયુ) વિરૂદ્ધ આપી હતી જ્યારે આ ઝગડામાં સામે પક્ષે ફારૂકહુસેન અબ્દૃલગની આરબ (રહે.સાગબારા પટેલ ફળીયુ )નાઓ એ મોહસીન ખાન મહેબુબખાન આરબ અને મકસુદભાઇ મહેબુબખાન આરબ (રહે.સાગબારા પંચાયત ફળીયુ )સામે ફરીયાદ કરતા કુલ 06 સામે સાગબારા પોલીસ મથકે ગુનો દાખલ થયો છે.

(10:44 pm IST)