Gujarati News

Gujarati News

News of Thursday, 18th June 2020

એસ.ટી.માં એક કર્મચારીનું મોત થતાં વર્કશોપ બંધ કરાયું

એસટીના કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યા : એસટી નિગમમાં કામ કરતા મેકેનિકલ હમશા એમ શેખનું કોરોનાથી મોત થયું : એ.ડબ્લ્યુ.એસ ઉન્નતિબેન સંક્રમિત

અમદાવાદ,તા.૧૭ :  કોરોના વાયરસનો  વ્યાપ અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે વધતો જાય છે. કોરોનાની ઝપેટમાં એસટી નિગમના કર્મચારીઓ પણ આવી ગયા છે. એસટી નિગમ અમદાવાદ વિભાગના વર્કશોપમાં કામ કરતા મેકેનિકલ હમશા એમ શેખનું કોરોનાના કારણે મોત થયું છે. તેમજ એ.ડબ્લ્યુ.એસ ઉન્નતિબેન આર પટવા પણ સંક્રમણિત થયા છે. અને ઉન્નતિ બેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ  આવ્યો છે. પહેલી જૂનથી છૂટછાટ મળ્યા બાદ મિકેનિકલ હમશા એમ શેખ વર્કશોપ પર રેગ્યુલર આવતા હતા. પરંતુ અચાનક તબીયત ખરાબ થય અને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે બાદ સારવાર માટે હોસ્પિટલ એડમિટ કર્યા હતા. સારવાર દરમિયાન હમશા એમ શેખનું અવસાન થયું.તો અમદાવાદ વિભાગના વર્કશોપમાં બે કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવતા વિભાગીય વર્કશોપને કર્મચારીઓના સ્વાસ્થ્યની સલામતી માટે બંધ કરવામાં અવ્યુ છે.

            એસટી નિગમના અમદાવાદ વિભાગની તમામ બસની સાફ સફાઈ, બસ સેનિટાઈઝ, બસ રીપેરીંગ કામ વર્કશોપમાં થતું હતી. જોકે અમદાવાદ વિભાગનું વર્કશોપ બહેરામપુરમાં હતું. જે બહેરામપુરા રેડ ઝોનમાં હતું. તેમ છતાં વર્કશોપ સતત કાર્યરત હતું. કારણ કે લોકડાઉન દરમિયાન પણ શ્રમિકો માટે બસ દોડાવવમાં આવી હતી. જે બસોને રોજે રોજ સેનિટાઈઝકરવા માટે બસને વર્કશોપમાં લઈ જવામાં આવતી હતી.મહત્વપૂર્ણ છે એસટી નિગમ દ્વારા લોકડાઉનમાં પણ શ્રમિકો માટે બસો દોડાવવામાં આવી હતી.પરંતુ અત્યાર સુધી કોઈ પણ કર્મચારીને કોરોના થયો ન હતો.પરંતુ છે એક સપ્તાહમાં બે કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.જેમાં એક કર્મચારીનું કોરોનાથી મોત થયું છે. ત્યારે કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.પરંતુ એસટી નિગમ દ્વારા અમદાવાદ ડિવિઝન ના વર્કશોપને બંધ કરી દીધો છે.જેથી સંક્રમણ ફેલાય નહિ.અને કર્મચારીઓ નું સ્વસ્થ્ય સુરક્ષિત રહે તે માટે નિર્ણય કરાયો છે.

(9:36 pm IST)