Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

હાથેથી ગટરની સફાઇની પ્રથાને અટકાવવા માટે શું પગલાં ભર્યા ? : હાઇકોર્ટે કર્યો સરકારને સવાલ

ગટરની સફાઇ કરવાની જૂની પ્રથા અસ્તિત્વમાં હોવાના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ જાહેર હીતની અરજી

 

અમદાવાદ : ગુજરાતમાં હાથેથી ( મેન્યુઅલી ) ગટરની સફાઇ કરવાની જૂની પ્રથા અસ્તિત્વમાં હોવાના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ જાહેર હીતની થયેલ અરજીની સુનાવણી દરમિયાન હાઇકોર્ટના જસ્ટીસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને જસ્ટીસ .પી. ઠાકરની ખંડપીઠે રાજય સરકારને હાથેથી ગટરની સફાઇની પ્રથાને અટકાવવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે તે અંગે જવાબ રજૂ કરીને સ્પષ્ટતા કરવાનો આદેશ આપ્યો છે.

 વધુ સુનાવણી ૨૫મી જૂનના રોજ મુકરર કરી છે. અરજદાર તરફથી તાજેતરમાં ડભોઇ ખાતે સાત સફાઇ કામદારોના શ્વાસ ગૂંગળાઇ જવાથી મૃત્યુ નિપજયાં હોવાની ઘટનાને ટાંકી હતી.

 અરજદાર માનવ ગરિમા ટ્રસ્ટ દ્રારા કરાયેલી રીટ અરજીમાં રજૂઆત કરી હતી કે, મેનહોલમાં ઉતરીને હાથેથી ગટરનું સફાઇકામ કરવાની પ્રથા પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ લગાવીને ચોક્કસ નિર્દેશો આપ્યા હતા. છતાં રાજય સરકારે નજરઅંદાજ કરીને કામગીરી ચાલુ રખાવી છે. તેના માટે જરુરી સાધનો પણ અપાતા નથી.

  અરજદાર સંસ્થાએ મે-2014માં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમક્ષ રજૂ કરાઇ હતી. જેમાં મેનહોલ અને સેપ્ટિક ટેંગમાં સફાઇનું કામ કરતાં કર્મચારીઓની યાદી આપી હતી. મૃત્યુ પામનારાને વળતર આપવાની માંગ કરાઇ હતી. જો કે રાજય સરકાર સુપ્રિમ કોર્ટના દિશાનિર્દેશ મુજબ વર્તી રહી નથી. જેથી સુપ્રિમ કોર્ટના આદેશનો અમલ કરાવવાની દાદ માંગી છે.

(11:10 pm IST)