Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

મોડીસાંજે અમદાવાદમાં ધોધમાર વરસાદ :30 ઝાડ ધરાશાયી ;અનેક સ્થળોએ રોડમાં ગાબડાં પડ્યા

અમરાઇવાડી, ઘાટલોડિયા, નારણપુરા સહિત વિવિધ વિસ્તારોમાં રોડ બેસી ગયા

અમદાવાદમાં આજે વહેલી સવારે વરસાદ વરસ્યા બાદ મોડીસાંજે ધોધમાર વરસાદ પડ્યો હતો સાંજે અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ તૂટી પડ્યો હતો દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હતો પણ ઠેર-ઠેર રોડ બેસી જવાની ઘટનાઓ બની હતી શહેરમાં અનેક સ્થળોએ રોડમાં ગાબડાં પડ્યા હતા અને નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની ઘટનાઓને લીધે નાગરિકોને હાલાંકી ભોગવવી પડી હતી. શહેરમાં દિવસ દરમિયાન સરેરાશ દોઢ ઇંચ વરસાદ પડયો હતો જેમાં 30 ઝાડ ધરાશાઇ થયા હતા. અમરાઇવાડી, ઘાટલોડિયા, નારણપુરા સહિત વિવિધ વિસ્તારોમાં રોડ બેસી ગયા હતા જેથી વાહનો ખૂંપી ગયા હતા તો જુદા-જુદા વિસ્તારોમાં પાંચ જેટલા મોટા ભૂવા પડયાં હતા.

(9:46 pm IST)