Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ધાનેરા તાલુકાના શેરા ગામની દૂધ મંડળીનાં તાળાં ૧ર માં દિવસે ખૂલ્યાં

ભેળ સેલ વાળું દૂધ ભરવાતા હોઈ ગ્રામજનોએ આ ડેરીને તાળા માર્યા હતા .

ધાનેરા : બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના શેરા ગામે આવેલ દૂધ ઉત્પાદન સહકારી મંડળી સતત ૧૨ દિવસ સુધી બંદ રહી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર કેટલાક ગ્રાહકો ભેળ સેલ વાળું દૂધ ભરવાતા હોઈ ગ્રામજનોએ આ ડેરીને તાળા માર્યા હતા .

ગ્રામજનો અને ડેરીના સંચાલકોના કારણે ડેરી સતત ૧૨ દિવસ સુધી બંધ રહી હતી. જો કે આ મામલે બનાસ ડેરીના ઝોનલ ઓફિસર નારણ ભાઈ પટેલ એ ગ્રામજનો તેમજ ડેરીના સંચાલકોના મધ્યે રહી ડેરી ફરી ચાલુ થાય તે માટે પ્રયથ હાથ ધાર્યા હતા અને ગત શુક્રવારના રોજ શેરા દૂધ મંડળી ખાતે ખાસ સાધારણ યોજી તેમાં સમગ્ર શેરા ગામના દૂધ ઉત્પાદકોને બોલાવી આ સમસ્યાના નિકાલ માટે રજૂઆતો સાંભળી હતી અને આખરે પશુપાલકોની રજુઆત ના પગલે વ્યવસ્થાપક કમિટીમાં બધું ૧૪ સભ્યો ઉમેરી ૨૫ સભ્યોની વ્યવસ્થાપક કમિટી બનાવી તેમજ ડેરી કર્મચારીની વધુ એક નિમણૂક કરી ડેરી નો વહીવટ પારદર્શક ચાલે તે માટે યોગ્ય સૂચન કર્યા હતા.

બનાસડેરીના ઝોનલ ઓફિસર નારણભાઈ પટેલએ મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે ગત ૬ જૂન ના રોજ બનાસ ડેરીનું વાહન ચેકિંગમાં હતું એ દરમિયાન દૂધમાં પાણી હોવાનું જાણવા મળતા પશુપાલકોએ જાતે હોબાળો કરતા મંત્રી તેમજ વ્યવસ્થાપક કમિટી દવારા ડેરી બંધ કરાઈ હતી.જેથી ગ્રામજનોની રજુઆતના પગલે સાધરસભા યોજી તમામ પ્રશ્નો ના નિકાલ બાદ આજે ડેરી શરૂ કરાઇ છે. અને દૂધ ના ભેળસેળ બાબતે પણ ખુલાસો કર્યો હતો કે માત્ર પાણીનું ભેળસેળ કરતા ગ્રાહકોનું લેખિતમાં બાંહેધરી લઈ પછી દૂધ લેવાનું નક્કી કરાયું છે

(9:38 pm IST)