Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

એક્ટર લીના જુમાનીએ બિઝનેસ ક્ષેત્રે ઝંપલાવ્યું

જુમાનીનું દિવા બ્યુટી સલોન શરૂ

અમદાવાદ,તા.૧૮  : જાણીતી એક્ટર લીના જૂમાનીએ કે જેણે ૧૦થી વધુ વર્ષોથી એક્ટિંગના ક્ષેત્રમાં પોતાની પ્રતિભાની એક અલગ અને યાદગાર છાપ છોડીને લોકપ્રિયતાના શિખરો સર કર્યા છે અને ભારતીય ટેલિવિઝન, વેબ સિરીઝ અને ગુજરાતી ફિલ્મોમાં સેંકડો ભૂમિકાઓ ભજવી છે તેમણે હવે અન્ય બિઝનેસમાં પણ ઝંપલાવ્યું છે. લીના જુમાનીએ અમદાવાદમાં પોતાના પ્રથમ સલોનનો પ્રારંભ કર્યો છે, જેનું નામ દિવા બ્યૂટી સલોન રાખવામાં આવ્યું છે. સલોનનું ઉદ્દઘાટન લીના જુમાની અને તેમની બે બહેનો વર્ષા જુમાની આહુજા અને પાયલ ખુબચંદાની દ્વારા કરવામાં આવ્યું હતું. લીના મુંબઈ અને અમદાવાદ વચ્ચે અવરજવર કરતી રહે છે, જ્યાં તેમનું ઘર છે. અમદાવાદમાં નાના ચિલોડા રોડ પર સત્કાર બંગલોઝ સામે જોયલ ગોલ્ડ હાઇટ્સ ખાતે પોતાના નવા અને અદ્યતન દિવા બ્યુટી સલોનના લોન્ચીંગ પ્રસંગે ખાસ અમદાવાદની મુલાકાતે આલેી એક્ટર લીના જૂમાનીએ જણાવ્યું હતું કે, આજના સમયમાં યુવતીઓ અને મહિલાઓમાં સુંદરતા, સ્વાસ્થ્ય અને મેકઅપ સહિતની બાબતોને લઇ જાગૃતિ વધી રહી છે, તેને ધ્યાનમાં રાખી તેઓને એક એવું પ્લેટફોર્મ કે જયાં આ તમામ પ્રકારની સુવિધા અને સેવા ભારે માવજત અને કાળજી સાથે પૂરી પાડવાના આશયથી આ બ્યુટી સલોન ખોલવામાં આવ્યું છે. હું અમદાવાદ અને મુંબઈ વચ્ચે વર્ષોથી અવરજવર કરતી રહું છું. બંને શહેરોમાં મારા ઘર છે અને જ્યારે હું મુંબઈમાં શૂટિંગમાં વ્યસ્ત હોતી નથી, ત્યારે મોટાભાગે અમદાવાદમાં હોઉં છું. હું હંમેશા એક્ટિંગ ઉપરાંત અન્ય બિઝનેસમાં પણ સામેલ થવા ઈચ્છતી હતી અને આજની દુનિયામાં દરેકને ગ્રૂમિંગની જરૂર છે, તેથી અમદાવાદમાં સુંદર સલોન શરૂ કરવાનો બીજો કયો વધુ સારો માર્ગ હોઈ શકે. દિવા બ્યુટી સલોન ૨૦૦૦ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલ છે અને તેમાં ઉત્તમ એવી બ્યુટી ટ્રીટમેન્ટ અને સલોન સેવાઓ આપવામાં આવશે.

(9:33 pm IST)
  • મોડીરાત્રે અંક્લેશ્વરની વર્શા હોટલ પાસે અકસ્માત :સ્વીફ્ટ કારના ચાલકને ઇજા :હાઇવે પર બે કી.મી. લાંબો ટ્રાફિક જામ :જાનહાનિના કોઈ અહેવાલ નથી :વધુ વિગતો મેળવાઈ રહી છે access_time 12:57 am IST

  • ટીવી ચેનલોને સરકારની તાકીદ : મોદી સરકારે તમામ ટીવી ચેનલોને ટીવી ઉપર રીયાલીટી શો અને કાર્યક્રમોમાં બાળકોને અયોગ્ય, અજુગતા અને સજેસ્ટીવ સ્વરૂપે નહિં બતાવવા આદેશ આપ્યા છે access_time 4:03 pm IST

  • સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં ચારેકોર વરસાદના વાવડ : રાજકોટ-ગીરજંગલ-ભાવનગર સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર વરસાદ પડી રહયાનું -સવારે પડી ગયાનું જાણવા મળે છે. ઉ.ગુજરાતમાં અને કચ્છમાં પણ સારા વરસાદના વાવડ છે. બનાસકાંઠા જીલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહયો છે. : પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતીવાડામાં વરસાદ વાપી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ અમરેલી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ રાજુલા જુની માંડરડી આગરીયા, કોટડી, ધારેશ્વરમાં વરસાદ જાફરાબાદના લોર, પીછડી, એભલવડ, માણસામાં વરસાદ : લાઠીમાં પણ ધીમીધારે વરસાદ પાટણમાં પણ વાતાવરણમાં પલટો access_time 1:05 pm IST