Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

મોટા ઉદ્યોગો હવે ગુજરાતમાં એન્ટ્રી કરવા માટે ખુબ ઉત્સુક

મોદી સરકારના આગમનથી ઉદ્યોગમાં : નવો સંચાર ઉદ્યોગજગત, કોર્પોરેટ ક્ષેત્ર તેમજ સ્ટાર્ટ અપ માટે તમામ પ્રકારની સેવામાં એન્ટરપ્રાઇઝીંગ ઇન્ડિયનની નવી પહેલ

અમદાવાદ,તા.૧૮: દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી સરકાર રચાયા બાદ ગુજરાત સહિત દેશના ઉદ્યોગજગતમાં એક નવો સંચાર જોવા મળી રહ્યો છે અને બિઝનેસ, ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે વિકાસ અને આર્થિક વૃધ્ધિની તકો બહુ ઉજળી બની છે ત્યારે દેશ-વિદેશના મોટા ઉદ્યોગો પણ હવે ગુજરાતમાં આવવા થનગની રહ્યા છે. દેશ-વિદેશના આશરે ૩૦થી ૩૫ ટકા ઉદ્યોગો ગુજરાતમાં પોતાનું સાહસ સ્થાપવા માટે ઉત્સુક છે અને આવા ઉદ્યોગજગત, કોર્પોરેટ ક્ષેત્ર, ફાર્મા, ફુડ, હોસ્પિટલ્સ અને વુમન આંતરપ્રિન્યોર્સ અને સ્ટાર્ટ અપ્સ ક્ષેત્ર માટે મેનપાવરથી લઇ આઉટસોર્સીંગ, હાઉસકીપીંગ, સીકયોરીટી સર્વિસીસ, ઓફિસ એન્ડ પ્લાન્ટ મેનેજમેન્ટ, રિસોર્સ મેનેજમેન્ટ, વ્હીકલ એરેન્જમેન્ટ, ફાયરસેફ્ટ, ડિજીટલ માર્કેટંગ, કોસ્ટ કોમ્પ્લાયન્સ એન્ડ ઓડિટ, ટ્રાવેલ-વીઝા પ્રોસેસીંગ, લેન્ડ એકવીઝીશન, એનએ., એઆર-વીઆર સહિતની ૫૦થી વધુ બહુ ઉપયોગી સેવાઓ પૂરી પાડવાના એક અનોખા કન્સેપ્ટ અને વન સ્ટોપ સોલ્યુશન્સ સાથે એન્ટરપ્રાઇઝીંગ ઇન્ડિયને ગુજરાતમાં અનોખી પહેલ કરી છે. જે સમગ્ર દેશના ઉદ્યોગજગત, કોર્પોરેટ ક્ષેત્ર અને સ્ટાર્ટ અપ્સ માટે ક્રાંતિકારી અને પ્રેરણારૂપ સાબિત થશે એમ અત્રે એન્ટરપ્રાઇઝીંગ ઇન્ડિયનના ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાય અને રાજ ઉપાધ્યાયે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજનો જમાનો ટેકનોલોજી અને ડીજીટલ યુગ છે, જેમાં ઇ.આઇ કોર્પોરેટ સર્વિસીસ બહુ સિંહફાળો ભજવી શકે તેમ છે. ગુજરાત સહિત દેશભરના અને વિદેશના ઉદ્યોગજગત, કોર્પોરેટ સેકટર, બિઝનેસ નેટવર્કીંગ અને સ્ટાર્ટઅપ્સના સફળ સંચાલન માટે એન્ટરપ્રાઇઝીંગ ઇન્ડિયન સંસ્થા કાર્યરત બની છે, જે માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશભરના અને વિદેશના ઉદ્યોગો, કોર્પોરેટ જગત અને સ્ટાર્ટ અપ્સ માટે તમામ પ્રકારની સેવાઓ અને વન સ્ટોપ સોલ્યુશન્સ પૂરી પાડી આશીર્વાદ સમાન બની રહેશે. એન્ટરપ્રાઇઝીંગ ઇન્ડિયનના ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાય અને જીગ્નેશ મહેતાએ વધુમાં ઉમેર્યું હતું કે,   દેશ-વિદેશના ઉદ્યોગો અને બિઝનેસ નેટવર્કીંગ માટે ઇઆઇ દ્વારા બહુ ઉપયોગી એવી મોબાઇલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે, જેના મારફતે કોઇપણ ઉદ્યોગજગતના લોકો, બિઝનેસ કે કોર્પોરેટ ક્ષેત્ર અને સ્ટાર્ટ અપ્સ સહિતના સંબંધિત  ક્ષેત્રના લોકો મોબાઇલ થ્રુ આંગળીના ટેરવે ગણતરીની મિનિટોમાં મેન પાવર, કોન્ટ્રાકટ લેબર, એચઆર આઉટ સોર્સીંગ, લીડરશીપ ડેવલપેન્ટ ઇનોવેશન્સ, પે રોલ આઉટ સોર્સીંગ, પેસ્ટ કંટ્રોલ, સીકયોરીટી સર્વિસીસ, લીનન ગારમેન્ટ મેનેજમેન્ટ, ઇન્ટીરીયર ડિઝાઇનીંગ, ઓફિસ એન્ડ પ્લાન્ટ મેનેજમેન્ટ, ટ્રેઇનીંગ ડેવલપમેન્ટ, મેનપાવર ઓપ્ટીમાઇઝેશન, બજેટીંગ, રિવોર્ડસ એન્ડ રેકગ્નીશન, એમ્પ્લોઇ રીટેન્શન ટુલ્સ, કંપની ઓડિટ પ્રીપેરેશન એજન્સી, ઇવેન્ટ મેનેજમેન્ટ, રેગ્યુલેટરી ઓડિટ્સ, પ્રોજેકટ ફાયનાન્સ, ફેકટરી સેટ અપ કોમ્પ્લાયન્સીસ, આઇટી હાર્ડવેર, સોફ્ટવેર, મેડિકલ હેલ્થ ચેક અપ, પ્રોડક્ટ ફિલ્મ્સ, સેલિબ્રીટી શો, લાઇવ વેબકાસ્ટ સેમીનાર સહિતની ૫૦થી વધુ સેવાઓ મેળવી શકશે. માત્ર એક વર્ષના ટૂંકાગાળામાં દેશ-વિદેશની ૧૧૫થી વધુ કંપનીઓ ઇઆઇ સાથે સભ્ય તરીકે જોડાઇ ચૂકી છે, જેમણે ઇઆઇની ઉપરોકતસેવાઓનો લાભ લઇ તેમનો ટ્રાન્ઝેકશન ગ્રોથ રૂ.૧૦૦ કરોડ કે તેથી વધુને વટાવી દીધો છે. ઇઆઇ સાથે જોડાનારી કંપનીઓમાં સ્પેન અને જર્મની જેવી વિદેશી કંપનીઓ પણ સામેલ છે. ટૂંકમાં, કોઇપણ ઉદ્યોગ, કંપની, બિઝનેસ કે સ્ટાર્ટઅપ્સને પ્રોજેકટ શરૂ કરવાથી લઇ ફાયનાન્સ પ્લાનીંગ કે મેનપાવર સહિતની કોઇપણ વ્યવસ્થા કે સેવાની જરૂર હશે તો, એન્ટરપ્રાઇઝીંગ ઇન્ડિયન તેમને વન સ્ટોપ સોલ્યુશન્સ પૂરા પાડશે.

(9:29 pm IST)