Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

કલોલમાં અંડર બ્રિજ વિસ્તારમાં પાણી ભરાઈ જતા રીક્ષા ફસાઈ: કલાકોની જહેમત બાદ ધક્કા મારીને રીક્ષા બહાર કઢાઈ

કલોલ: શહેરના અંડર બ્રીજમાં તંત્ર દ્વારા પાણી ઉલેચવામાં આવ્યું છે. ત્યારે આજે સવારે પાણી હોવા છતાં પણ એક રીક્ષા ચાલક અંદર ઘુસતા ફસાઇ ગયો હતો. જો કે સ્થાનિક લોકોએ દોડી આવી રીક્ષાને ધક્કા મારી બહાર કઢાવી હતી. ત્યારે હવે તંત્રએ પાણી બાદ હવે કાદવ સાફ કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો.

કલોલમાં વરસેલા ભારે વરસાદ બાદ પૂરવને જોડતા અંડર બ્રીજમાં ગળાડૂબ પાણી ભરાયું હતું. જેથી બે દિવસ સતત ગરનાળું બંધ રહ્યું હતું. ત્યારે આજે પાણી ઓછું થતાં ક્રેનની મદદથી વહેલી સવારે પાણી ડૂબેલી કારને બહાર કઢાઇ હતી. તેમજ આજે સવારે પાણી હોવા છતાં પણ એક રીક્ષા ચાલક અંદર ઘૂસી ફસાઇ ગયો હતો. 

(6:04 pm IST)
  • જૂનમાં સામાન્‍યથી ૪૦ ટકા ઓછો વરસાદ પડશે : હવામાનની એજન્‍સી સ્‍કાયમેટે જણાવ્‍યુ છે કે બે થી ત્રણ દિવસમાં ઉત્તર ભારતમાં વરસાદ શરૂ થશે : અત્‍યાર સુધીમાં મધ્‍ય ભારતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો access_time 4:38 pm IST

  • સુરતમાં હોટલના માલીકની મોટી બેદરકારીના કારણે બે કર્મચારીના મોતઃ હોટલની અગાસી ઉપર બનાવેલા રૂમ પરથી નીચે ઉતરતા સમયે ચાર કર્મચારીઓને કરંટ લાગ્યોઃ બે કર્મચારીના મોતઃ એકની હાલત ગંભીર, સારવાર માટે હોસ્પિટલ માટે ખસેડયા access_time 11:28 am IST

  • બિહારમાં ગરમીનો પ્રકોપ : સરકારે ૧૪૪મી કલમ લગાવી લોકોને ગરમીના પ્રકોપથી બચાવવા ગયામાં ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઈ access_time 5:53 pm IST