Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

વડોદરા નજીક પોરમાં લિવ ઇનમાં રહેતા પ્રેમી પંખીડાએ ઝેર ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા અરેરાટી

વડોદરા:નજીક આવેલા પોર ગામે છેલ્લા એક વર્ષથી લિવ ઇનમાં  રહેતા મુસ્લિમ યુવક તેમજ હિંદુ યુવતીએ  ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.

   જંબુસર તાલુકાના ગજેરા ગામના મુળ વતની પરંતુ હાલ પોરમાં સોમાભાઇ પાર્કમાં રહેતા રમણભાઇ ચીમનભાઇ ઠાકોરની સૌથી મોટી પુત્રી સંગીતા(ઉ.વ .૩૦)ના લગ્ન કરજણ તાલુકાના ધાવટ ગામે રહેતાં રાજુ રમણભાઇ ઠાકોર સાથે  છ વષ પહેલાં થયા હતા.   સંગીતાને એક પુત્રી પણ છે. જો કે પતિ સાથે અણબનાવ થતાં સંગીતા છેલ્લા દોઢ વર્ષથી પિયરમાં પોર ખાતે તેની પુત્રી સાથે રહેતી હતી. સંગીતાને પોર નવીનગરીમા રહેતા અલીભાઈ ભીખાભાઇ મનસુરી સાથે પ્રેમ સંબંધ થતા તેઓ બંને છેલ્લા એક વષથી રાજીખુશીથી સાથે રહેતા હતા. 

(6:03 pm IST)