Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

વડોદરાના પાણીગેટમાં ભર બપોરે કોમી અથડામણ: 20આરોપીની ધરપકડ: 3 વિરુદ્ધ કાર્યવાહી

વડોદરા:પાણીગેટ કુંભારવાડામાં રવિવારે ભર બપોરે થયેલા કોમી છમકલામાં સામે અને શાંતિને ડહોળનાર ૨૦ આરોપીઓને પાણીગેટ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે ત્રણ સગીરવયના કિશોરી સામે પણ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે રવિવારે બપોરે સવા બે વાગ્યાના પાણીગેટ કુંભારવાડામાં રોડ પરથી એકટીવા હટાવવાના મુદ્દે  થયેલી તકરારે કોમી સ્વરૃપ ધારણ કરી લીધુ હતુ. સામસામે આવી ગયેલા બંને કોમના ટોળાએ પથ્થરમારો કરીને આતંક મચાવ્યો હતો.

(6:03 pm IST)