Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

આણંદ નજીક અડાસમાં 50 રૂપિયા જેવી નજીવી બાબતે ઝઘડો: કાકી-ભત્રીજાને માર મારતા ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ

આણંદ: નજીક આવેલા અડાસ ગામના ઊંડા ફળિયામાં ગઈકાલે ૫૦ રૂપિયા લેવાની બાબતે ચાર શખ્સોએ તકરાર કરીને કાકી-ભત્રીજાને માર મારીને એક્ટીવા અને જ્યુપીટરની તોડફોડ કરીને નુકસાન પહોંચાડતા આ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે સાહિલભાઈ હમીદભાઈ પરમાર (મો.ગ.)પોતાના મિત્ર સાથે ભગવતી સ્ટોર્સમાં પેઈન ડ્રાઈવ લેવા માટે ગયા હતા. તેઓએ ૫૦ રૂપિયા કાઉન્ટર પર મુક્યા હતા. દરમ્યાન થોડીવારમાં ૫૦ રૂપિયા ગૂમ થઈ જવા પામ્યા હતા. જેથી બાજુમાં ઉભેલા મનોજ ઉર્ફે લાલીયો ઉર્ફે બાપજી દલપતસિંહ ગોહેલને ૫૦ રૂપિયા તમે લીઘા છે તેમ પુછતાં તે એકદમ ઉશ્કેરાઈ જવા પામ્યો હતો અને ગમે તેવી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી સાહિલ અને તેનો મિત્ર બાઈક લઈને ફળિયામાં આવી ગયા હતા. 

(6:01 pm IST)