Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એજન્ટો મારફતે છેતરપિંડી આચરી રફુચક્કર થઇ જનાર છોટા ઉદેપુરના આરોપીને ઝડપી પાડ્યો

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આણંદની કિશોર પ્લાઝા બીલ્ડીંગમાં ઓફિસ ખોલીને એજન્ટો મારફતે આધારકાર્ડ તેમજ પાનકાર્ડ કાઢી આપવાના બદલામાં ૨૦૦-૨૦૦ રૂપિયા ઉઘરાવીના રાતોરાત ઓફિસને તાળા મારીને ફરાર થઈ ગયેલા દંપતી પૈકી પતિને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ દરમ્યાન લાખો રૂપિયાનું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ જોવાઈ રહી છે. 

મળતી વિગતો અનુસાર સને ૨૦૧૭માં છોટાઉદેપુર જિલ્લાના વાવડી ગામના રાજેશકુમાર ઉર્ફે રાજન રાઠવા અને તેની પત્ની દ્વારા કિશોર પ્લાઝામાં ઓફિસ ખોલી હતી અને એજન્ટોની નિમણૂકો કરીને ગામડાઓમાં જઈને આધારકાર્ડ તેમજ પાનકાર્ડ કાઢી આપવાનું નક્કી કરી તે પેટે ૨૦૦-૨૦૦ રૂપિયા ઉઘરાવવાનું ચાલુ કર્યું હતુ. એજન્ટોને પણ આકર્ષક પગાર અને કમિશન મળતુ હોય કેટલાક એજન્ટો જોડાયા હતા અને ગામડાઓમાં જઈને પૈસા ઉઘરાવી લાવતા હતા. દરમ્યાન લાખોની રકમ એકત્ર કરીને રાતોરાત ઓફિસને તાળુ મારીને ફરાર થઈ ગયા હતા. તપાસ કરતાં આ દંપતી દ્વારા સાથે બનાવટી ચેક રજૂ કરીને ૭૦ કરોડનું ફ્રોડ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ અંગે આણંદ શહેર પોલીસ મથકે ગુનાઓ દાખલ કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. 

(6:01 pm IST)