Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ડાકોરના નાની ભાગોળ વિસ્તારમાં નજીવી બાબતે બે પાડોશી બાખડ્યા: સામસામે હુમલામાં ત્રણને ગંભીર ઇજા

ડાકોર: શહેરમાં આવેલ નાની ભાગોળ વિસ્તારમાં રહેતાં અજયભાઈ મંગળભાઈ વસાવાને તેમના ઘર નજીકમાં રહેતાં મહેશભાઈ ભુપતભાઈ રાઠોડ સાથે બાઈકથી પાણી ઉડવા બાબતે બે-ત્રણ દિવસ અગાઉ બોલાચાલી થઈ હતી. જે વાતની રીસ રાખી ગતરોજ રાત્રિના સમયે મહેશભાઈ ભુપતભાઈ રાઠોડ, પિન્ટુભાઈ ભુપતભાઈ રાઠોડ, ભુપતભાઈ મોહનભાઈ રાઠોડ અને ધર્મેન્દ્રભાઈ મણીભાઈ વસાવા ઝઘડો કરવાના ઈરાદે અજયભાઈના ઘર આગળ આવી તેમની માતા શિતલબેનને ગમેતેમ બોલી રહ્યાં હતાં. જેથી અજયભાઈ આ ઝઘડામાં વચ્ચે પડતાં ચારેય જણાં ભેગા મળી અજયભાઈને મારમારવા લાગ્યાં હતાં. ઝઘડો વધુ ઉગ્ર બનતાં અજયભાઈના ભાઈ સંજયભાઈ તેમજ બહેન સંગીબેન છોડાવવા ઝઘડામાં વચ્ચે પડતાં તેઓ બંનેને પણ મારમારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

આ બનાવ અંગે અજયભાઈ મંગળભાઈ વસાવાની ફરીયાદને આધારે ડાકોર પોલીસે મહેશભાઈ ભુપતભાઈ રાઠોડ, પિન્ટુભાઈ ભુપતભાઈ રાઠોડ, ભુપતભાઈ મોહનભાઈ રાઠોડ અને ધર્મેન્દ્રભાઈ મણીભાઈ વસાવા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

 

(5:59 pm IST)