Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સાપુતરાના સાન્દીપની વિદ્યા સંકુલ વનબંધુ છાત્રાલયનું લોકાર્પણ કરતા રાજયપાલ ઓ.પી.કોહલી

જુનાગઢઃ પુ.ભાઇ રમેશભાઇ ઓઝાની કૃપાપુર્ણ સાનિધ્યમાં ગુજરાત રાજયના રમણીય પર્વતાચલ સાપુતરાની લીલીછમ ધરાની ગોદમાં સાન્દીપની વિદ્યાસંકુલ વર્ષ ર૦૧૧-૧ર થી શરૂ થયેલ આ વનવાસી વિદ્યાર્થીઓનો જ્ઞાનયજ્ઞ આજે અત્યાધુનીક સુવિધાઓથી સંપન્ન થયો છે. શાળા ભવનના છાત્રાપર્ણ થયા બાદ વન કુમારો માટે ભવ્ય છાત્રાલય નિર્મીત કરવામાં આવ્યું છે. જેનો ગઇકાલે લોકાર્પણ ગુજરાતના રાજયપાલ ઓ.પી.કોહલીના હસ્તે કરવામં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મનોરથી મુંબઇના તુષારભાઇ જાની પુ.ગુરૂ શરણાનંદજી મહારાજ વૃંદાવન તેમજ અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ પુ. મુકતાનંદબાપુ તેમજ ગૌતમભાઇ ઓઝા સહીતના ઉપસ્થિત રહયા હતા.ઉપરોકત તસ્વીરમાં મંચ પર બેસેલા રાજયપાલ પુ.ભાઇશ્રી, મુકતાનંદબાપુ તેમજ રાજયપાલને આવકારતા પુ. રમેશભાઇ ઓઝા અને વનબંધુ છાત્રાલય તેમજ લોકાર્પણ કરતા ઓ.પી.કોહલી નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોશી -જુનાગઢ)

(3:34 pm IST)