Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

' પ૨ ડ્રોપ, મોર ક્રોપ'પધ્ધતી અપનાવી ખેડુતો સમૃધ્ધ બને :કુંવરજીભાઇ

રાજકોટ તા ૧૮  : રાજયમાં કૃષિક્ષેત્રે ગ્રામ્યકક્ષાએ આધુનિક ઓજારો કૃષિ પદ્ધતિઓ, જળસંચય અને વીજળી સંચયના અભિગમો ખેડુતો સુધી પહોંચે તે માટે રાજય સરકારશ્રી દ્વારાખેડુતોને ખરીફ સીઝનની પુર્વ તૈયારી માટે વધુ આધુનિક અને વૈજ્ઞાનીક જાણકારી મળી રહે તે હેતુસર કૃષિ મહોત્સવ ૨૦૧૯ નું જસદણ અને વિછીયા તાલુકામાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકાના ખેડુતોને આધુનિક ટેકનોલોજી અંગેનું માર્ગદર્શન મળી રહે તે  હેતુસર કૃષિ પ્રદર્શન સ્ટોલ સાથે વૈજ્ઞાનીક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આકૃષિ મહોત્સવ કાર્યક્રમની શરૂઆત પાણી પુરવઠા અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના વરદ હસ્તે કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ કહયું હતું કે, કેન્દ્ર અને રાજયસરકારની નીતી હંમેશા ખેડુતો પ્રત્યે સંવેદનશીલ રહી છે. કૃષિ મહોત્સવ એ રાજયના મહત્વના કાર્યક્રમો પૈકીનો એક છે. ગુજરાત સરકારના આ કાર્યક્રમ થકી આખા દેશમાં ગુજરાતે એક આગવુ સ્થાન મેળવ્યું છે.

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, કૃષિ મહોત્સવ દરમિયાન અવનવી ખેતીની પદ્ધતિઓ, ઉચ્ચતર બિયારણો, સફળ ખેતીના નવા સંશોધનો અને જુાદા જુદા પ્રકારના ખેતીલક્ષી પ્રયોગોની માહીતી જસદણ અને વિછીયા તાલાુકાના એક એક ખેડુત સુધી પહોંચે અને તે માહીતીના માધ્યમ થકી સમૃદ્ધ બને.”PerDrop, More Crop “ પધ્ધતિનો ઉપયોગ કરી ખેડુતો સમૃધ્ધ બને. તાજેતરમાં કેન્દ્ર સરકારનો સોૈ પ્રથમ નિર્ણય રૂ.ં૬૦૦૦/ર્ ની સહાય માટે ર હેકટરની મર્યાદા દુર કરવાનો હતો. મગફળીના પાક વિમાની રકમ ચુકવવામાં રાજય સરકાર સફળ નીવડી છે, અને ટુંક સમયમાં જ ખેડુતોને કપાસનો પાક વિમો ટુંક સમયમાં મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે જસદણ પ્રાંતઅધિકારીશ્રી એ.એચ. ચોૈધરી, જસદણ માર્કેટીંગ યાર્ડના પ્રમુખશ્રી અરવિંદ તોગડીયા, વિછીયા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ કડવાભાઇ જોગરાજીયા, ઉપપ્રમુખશ્રી વશરામ કોરડીયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી હર્ષાબેન ડાભી તથા અનેક મહાનુભાવો સહીત વિશાળ સંખ્યામાં ખેડુતભાઇઓ બહેનો ઉપસ્થિત રહયા હતા.

(3:19 pm IST)