Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

રાજ્યના 81 તાલુકાઓમાં વરસાદ :ઉના,સુત્રાપાડા અને ગીર ગઢડામાં 2થી વધુ ઇંચ વરસાદ

વાયુ વાવાઝોડાનાં કારણે સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી ગયો છે. ધીરે ધીરે ચોમાસું પણ જામતું જાય છે. ત્યારે આજે રાજ્યનાં 81 તાલુકામાં સારો એવો વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉનામાં સવા 2 ઈંચ જેટલો વરસાદ થયો છે.

 આ તરફ સૂત્રાપાડા અને ગીર-ગઢડામાં પણ 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવાયો છે દક્ષિણ વિસ્તારોમાં તેમજ મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે

(1:33 pm IST)