Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

સુરતમાં મેધરાજાની પધરામણી : કાળા ડિબાંગ વાદળો છવાયા

વરસાદના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ

સુરતમાં પણ મેધરાજાએ પધરામણી કરી છે,જોકે શહેરમાં છૂટોછવાયો વરસાદ પડયો હતો. શહેરના ઉધના,ભાથેના સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસતા સમગ્ર વાતાવરણમાં પલટો આવ્યો હતો. બદલાયેલા વાતાવરણનાં કારણે શહેરમાં ક્યાંય કાળા ડિબાંગ વાદળો તો કયાંય ખુલ્લુ ઉજાસમય વાતાવરણ જોવા મળ્યુ હતું. વરસાદના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

(1:17 pm IST)