Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ દક્ષિણમાં હળવો વરસાદ...ધાબડીયુ વાતાવરણ

ઇડર, પ્રાંતિજ, મોડાસા, ભિલોડામાં સુસવાટા મારતો પવન સાથે વરસાદ પડતા ગરમીમાં રાહત

રાજકોટ તા. ૧૮ : છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાત રાજયમાં મેઘાવી માહોલ છવાયો છે ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડયો તો દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડયો છે.

ઉત્તર ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે અનેક શહેરોમાં વરસાદ થયાના અહેવાલ મળે છેે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં ફરી પલટો આવ્યો છે. મોડાસા પંથકમાં પવન સાથે વરસાદ થયો હતો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પસરી હતી બીજી તરફ ખેડુતોમાં આનંદની લાગણી છવાઇ હતી.

સાબરકાંડા જીલ્લા ઇડરમાં વરસાદનું આગમન થયું હતું. ધોધમાર વરસાદથી સ્થાનિકો અનેખેડુતોમાં ખુશી જોવા મળી હતી. તો પ્રાંતિજ સહિત અને સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો તેજ પવન અનેગાજવીજ સાથે વરસાદ પડયો હતો વરસાદ પડતા અસહ્ય ગરમીમાં નગરજનોને રાહત મળી હતી.અ

અરવલ્લી જિલ્લાના ભિલોડામાં પણ પવન સાથે વરસાદનું આગમન થયું હતંુ અરવલ્લીના અન્ય તાલુકામાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું.

વાપીથી જીતેન્દ્ર રૂપારેલીયાનો  અહેવાલ જણાવે છે  કે સંઘ પ્રર્દશના દમણ અને સેલવાસ સહિત સમગ્ર દ.ગુજરાત પંથકમાં જાણે ચોમાસાની સિઝનનો પ્રારંભ કર્યો હોય તેવો મેઘરાજાએ ડોળ ઉભો કર્યો છે.

છેલ્લા ૪૮ કલાકથી પવનના સુસવાટાઓ વચ્ચે કાળા ડિબાંગ વાદળોના સથવારે કેટલાક વિતારોમાં હળવો વરસાદ નોધાયો છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ર૪ કલાકમં રાજયના ર૮ જીલ્લાના ૧૧ર તાલુકાઓમાં ઝરમરથી ૧ાા ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે જો કે એમા દ.ગુજરાત પંથક પર મેઘરાજાની ખાસ મહેર નથી.

ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં સઝઘડીયા ૭ મી.મી. તાપી જીલ્લાના તાલુકાઓમાં વાલોળ ૬ મી.મી. સુરત જીલ્લાના તાલુકાઓમાંં પલસાણ ૯ મી.મી. તોનવસારી જીલ્લાના તાલુકાઓમાં ગણદેવી ૧૧ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત વલસાડ જીલ્લાના તાલુકાઓમં ઉમરગામ ૯ મી.મી. કપરાડા  પ મી.મી. અને ધરપુર ૪ મી.મી. વરસાદ નોંધાયેલ છે. આ લખાઇ રહ્યું છે. ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે અહીના કેટલાક વિસ્તારોમં વાતાવરણમાં ઘેરાયલું છે. તો કયાંક ઝરમર વરસાદ ચાલુ છે.

(1:14 pm IST)