Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

જીવવાની આશા નહિવત હોય ત્યારે મેં કેવી રીતે કેન્સર મટાડયું?

Phynixના એરપોર્ટ પર પ્લેનની પ્રતિક્ષા કરતો મારો પુત્ર એના મિત્ર સાથે બેઠો હતો. ત્યાં અચાનક એના સેલફોનમાં મેસેજ આવ્યો અને આંખમાંથી બે આંસુ સરી પડ્યા. એનો મિત્ર તો ડઘાઇ ગયો. આ શું થયું ? અંતે એને જાણ થઇ કે એ મેસેજ ડોકટરનો હતો. મેસેજ આ પ્રમાણે હતો. ''તારા પિતાને કેન્સર છે ''

 અમેરીકામાં એક સારો રિવાજ છે કે ડોકટર બીમારીના સમાચાર સૌ પ્રથમ એના પેશન્ટને જ આપે પછી જ પેસન્ટની પરમીશનથી બીજાને જાણ કરે. સાંજે ઘરે બધાને સમાચાર મળ્યા ત્યારે બધે સોપો છવાઇ ગયો હું પોતે ડઘાઇ ગયો. કુટુંબના વડીલ તરીકે મે મારી જાતને સંભાળી સ્હેજ સ્વચ્છ થવાનો પ્રયત્ન કરીને મે સૌને જણાવ્યું કે કોઇ ગભરાઇ જવાની જરૂર નથી હું મૃત્યુ પામીશ એમ કેમ માની લેવાનું ? ઘણા લોકો રોગ મુકત થયા છે. કદાચ હું પણ થઇશ.

મને મોઢાની અંદર ગળા અને જીભની વચ્ચે કેન્સર હતું. મે મારી જીંદગીમાં તમ્બાકુ, ગુટખા, સોપારી કે દારૂનું સેવન કદી નથી કર્યું. આથી ડોકટરને પણ સ્હેજ નવાઇ લાગી. ડોકટરે જણાવ્યું કે આમ છતાંય કેન્સર થઇ શકે છે. બીજા દિવસે વહેલી સવારે હું કેૈઝરની હોસ્પિટલમાં દાખલ થયો. નર્સે ઓપરેશન માટે તૈયાર કરવાનું ચાલુ કર્યું. સામાન્ય રીતે મારૂ BP ૧૩૦/૮૫ નું હોય છે પણ તે વખતે BP ૧૮૫/૧૨૦ હતું. મને વિચારતો જોઇને તરત જ નર્સે કહ્યું ગભરાશો નહી. ઓપરેશન પહેલાં બધાનું BP હાઇ હોય છે.

 મારા સર્જન ડો. OH આવ્યા મને કહ્યુ HI BILL ARE YOU READY. મેં કહ્યું  I AM. WHAT ABOUT YOU DOCTOR ? DR. I AM FINE. એટલે મે જવાબ આપ્યો. LET US PROCEEDS હું ઓપરેશન થીયેટરમાં પહોચ્યો તે પહેલાં જ મને બેભાન કરી દેવામાં આવ્યો. એક બાજુ ડોકટરની ટીમ હતી તો બીજી બાજુ લેબ વાળા તૈયાર હતા. ઓપરેશન ૪-૫ કલાક ચાલ્યું. ડોકટર ગાંઠ કાપતો જાય અને લેબને સેમ્પલ આપતો જાય, મેલેગ્નન બેકટરીયા દેખાયા ત્યાં સુધી ડોકટર કાપતો ગયો. છેલ્લે લેબનું કલીયરન્સ આવ્યું. ફાઇનલી અડધા કલાકમાં બધું સંકેલાયું. ૫ કલાકે ભાનમાં આવ્યો ત્યારે એનેસ્થેસીયા આપનાર ડોકટરને શાંતિ થઇ મારા શરીરને બધી બાજુ નળીયો હતી. ઓકસીજન, બી. પી, એસ્યોર વિગેરે વિગેરે.. હું હોસ્પિટલના મારા રૂમમાં બધા મુલાકાતીઓ સામે સ્વસ્થતાનો દેખાવ કરતો હતો પણ મારા અંદર મોટુ મહાભારત ચાલતું હતું. મારા મનમાં એક પ્રશ્ન હતો કે હું જીવીસ કે મરીશ ? આ બીમારી વિષે હું કંઇ જ નહોતો જાણતો. શું થશે ? શું કરવું ? આ બાબત કંઇ પણ નિર્ણય લેતા પહેલાં મારે આ રોગ વિશે બને એટલી જાણકારી મેળવવી જરૂરી હતી. હું એલોપેથીની જાળમાં ફસાયો હતો એમાં તો સર્જરી-કીમો-રેડીએશન અને પરિણામે જીવ્યા તો જીવ્યા અને મર્યા તો મર્યા શું આ સિવાય બીજી કોઇ ટ્રીટમેન્ટ હોઇ શકે ખરી? શું કોઇ અલ્ટરનેટીવ ટ્રીટમેન્ટથી જીવ્યો હશે?

 જીવવા કરતાં મરવાના વિચારો ઘણાં સબળ હતા. શું થશે ? વારે વારે મરવાના વિચારો આવતા અને હું ગભરાઈ જતો. મને સેકન્ડ સ્ટેજના મોઢાનું કેન્સર હતું. હવે હું ઘણા બધાં પુસ્તકો, વિડીઓ, ઓડીઓ ચકાસી ગયો. અંતે Philadelphia ના news paper નો તા. ૦૧-૦૧-૧૯૮૩ નો  જુનો અંક મારા હાથમાં આવ્યો. એમાં ડો. એન્થોની સોટીલારો એમ. ડી. વિશે જાણ્યું. મેં તરત જ એનું પુસ્તક “ Recalled by Life” મંગાવ્યા. Dr. Anthony Satilaro. M.D ના અનુભવો વાંચીને ખુબ પ્રભાવિત થયો. મારા નેગેટીવ વિચારો પોઝિટિવમાં બદલાઈ ગયા. એમના વિશે ટૂંકમાં આપને જણાવું. સૌ કેન્સર પીડીત ને પ્રેરણા મળશે એવી મારી આશા છે. 

શ્રી એન્થોની અમેરીકાની ફિલાડેલફીયા મેથોડીસ્ટ ચર્ચની હોસ્પિટલના ડોકટર તેમજ એકઝીકયુટીવ ઈન્ચાર્જ હતા. તેઓ એક સવારે સાયકલ પર બેસીને હોસ્પિટલ જઇ રહ્યા હતા.  અચાનક એવું બન્યું કે તેઓ સાઇકલ પરથી પડી ગયા તરત એમને મેથોડીસ્ટ ચર્ચની હોસ્પિટલમાં દાખલ કર્યા. એકસ-રે થી જણાયું કે એની ડાબી બાજુના ફેફસામાં ગાંઠ હતી. પેટ-સ્કેનના ટેસ્ટથી જણાયુ કે એમાં કેન્સરના મેલેગ્ન બેકટેરીયા હતા. પછી તો બેકટરીયા ખભામાં, માથામાં અને પ્રોસ્ટેટ માં પણ જણાય. હોસ્પિટલે જણાવ્યું કે એ ફોર્થ સ્ટેજનું કેન્સર હતું. આ પરિસ્થિતિમાં દર્દી ૩-૪ મહિનાની જીવી જાય તો એનું નસીબ આ કેસમાં ડોકટર પોતે દર્દી હતા, ડોકટર તરીકે તેઓ પામી ગયા કે જીવવાની આશા નહીવત હતી, એમને પણ એક સામાન્ય પેસ્ટન્ટની જેમ મરવાનો ભય   તેમના માનસ પટલમાં રાત-દિવસ રહેતો, તાત્કાલિક હોસ્પિટલના ડોકટરોએ ઓપરેશન હાથ ધર્યું. એમના બન્ને ટેસ્ટીકલ કાઢયા. એમની ડાબી બાજુના છઠ્ઠા આંતરડાનો ૬ ઇંચ જેટલો ભાગ કાપી નાંખ્યો. ડોકટરને ખુબ જ દર્દ હતું. માનસિક રીતે એમ કહેવાય તેઓ ડીપ્રેશનમાં સરી ગયા હતા. ભવિષ્ય અંધકારમય હતો. પોતે ડોકટર હતા. હોસ્પિટલના ઉપરી હતા, પણ કુદરત સામે લાચાર હતા. ત્યાં એમણે એમના પિતાના મૃત્યુના સમાચાર મળ્યા. એમના પિતા કેન્સરથી મૃત્યુ પામ્યા હતા.

ડોકટર તેમની કારમાં બેઠા અને એમના ગામ તરફ હંકારી ગયા. રસ્તામાં બે ગ્રેજયુએટ ડાયેટ્રીશીયન છોકરાઓએ રાઇડ માંગી ડો.એન્થોનીએ ગાડી ઉભી રાખી Mr.Mclean ને ડ્રાઇવરની બાજુની સીટ પર બેસાડ્યો અને બીજાને પાછલી સીટ પર ગાડી ચાલી .

  થોડી ક્ષણો ગમગીનીમાં પસાર થયા પછી મેકલીનથી ન રહેવાયું ''મીસ્ટર એન્થોની તમે આટલા બધા ચૂપચાપ કેમ છો'' સુખ-દુઃખના આદાન પ્રદાનથી હૈયું થોડું ઘણું હળવું થાય, એન્થોની ''મારો પ્રોબલમ એટલી અસહય અને અનશોલ્વ છે કે ડોકટર તરીકે હું પણ કાંઇ નથી કરી શકતો. મેકલીન જણાવો તો ખરા વાત શું છે. ડોકટરઃ તો સાંભળો ગઇ કાલે મારા પિતાનું કેન્સરથી મૃત્યુ થયું છે, મેકલીન સાંભળીને દુઃખ થયું પ્રભુ એમના આત્માને શાંતિ આપે ડોકટરઃ મને પણ ચોથા સ્ટેજનું કેન્સર છે. હું પણ બે-ત્રણ મહિનાનો મહેમાન છું.

મેકલીન : તમારે મરવાની જરૂર નથી. આનો સચોટ ઉપાય છે. કારણ કે તમે ૧૦૦ ટકા સાજા થઇ જશો.

ડોકટરઃ તમે જાણો છો કે હું ડોકટર છું. મેકલીન : હા સાહેબ તમે તો સર્જરી કરશો ત્યાર બાદ કીમો કે રેડીએશન આપશો અને બાકીનું રામ ભરોશે. ડોકટરે વિચાર કર્યો કે મારી ટ્રીટમેન્ટમાં થોડા સમયમાં મારૂ અચૂક મૃત્યુ છે. આ માણસ આટલા વિશ્વાસથી કહે છે તો આ ઉપચાર કેમ ન અજમાવવો ? એમાં ખોટું શું છે? 

ડોકટર : કોઇ નુકશાન તો નથી ને મેકલીન : ના ભાઇ ના ડોકટર  તો મારે શું કરવું ? મેકલીન : હું તમને Denny Walkman નો ફોન નંબર આપુ છું. તમે ફોન કરી એપોઇનમેન્ટ લઇ લો દરમિયાનમાં આ બન્ને દોસ્તોને ઉતરવાની જગ્યા આવી ગઇ અને એ લોકો એ  ડોકટરને કહ્યું થેકયુ ફોર યોર રાઇડ.

શ્રી એન્થોની એમને ગામ ગયા. બીજા દિવસે પિતાના ફ્યુનરલની વીધી પતાવી સાંજે ડોકટર વોકમેનન ને ફોન કરી એપોઇનમેન્ટ લીધી.

બીજા દિવસે ડોકટર વોકમેને એમને તપાસ્યા અને જણાવ્યું કે તમારા બધા જ પ્રોબ્લેમ સોલ થઇ જશે અને ડોકટરના ડાયેટનો પ્રાગ્રામ નક્કી કર્યો.

આ પ્રોગ્રામ જાપાનના Shri Kushi એમેરીકામો Mecro biatic diet  નામથી ઇન્ટ્રોડયુસ કરેલ વાંચકોને ઘણા પ્રશ્નો હશે કે આ વળી કેવી રીતે શકય છે. હું ટુંકમાં સમજ આપુ.

 મેક્રોબાયોટીક ડાયટનો પાયો જાપાનની યીન (ઇલા) અને યાંગ (પીંગળા)ના બેઝ ઉપર છે. આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં કેટલોક ખોરાક નેગેટીવ એનર્જી પેદા કરે છે તો કેટલોક પોઝિટિવ એનર્જી પેદા કરે છે. આ બંનેનું મેક્રોબાયોટીક ડાયટ દ્વારા બેલેન્સીંગ કરવામાં આવે છે આપણે આપણી ભારતીય પધ્ધતિમાં ડાબા નાક (નેગેટીવ) અને જમણા નાક (પોઝેટીવ)ના શ્વાસના બેલેન્સથી પ્રાણમાં એનર્જી પેદા કરીએ છીએ. ડો.એન્થોની સહેજ અસહજ હતા.

ખોરાકના બેલેન્સથી કેન્સર મટે એ કોઈપણ હાલતમાં મેડીકલ સાયન્સ ન સ્વીકારે. Shrie Kushi ની દેખરેખમાં એમની ડાયટની ટ્રીટમેન્ટ ચાલુ થઇ. આખો દિવસ મેક્રોબાયોટીક ડાયટ લેવાનું અને બધા જ અમેરીક ફૂડ બંધ.

આ ડાયટ સાથે થોડા મહિના પસાર થયા. અચાનક જ એક સવારે ડોકટર એમની પથારીમાંથી ઉઠ્યા અને જોયું કે એમનો દુખાવો ગાયબ. થોડા અઠવાડિયામાં એમના ફેફસામાં ઘણો સુધારો નોંધાયો હવે ડોકટરના મગજની  ગડમથલ દુર થઇ એમને વિશ્વાસ થયો કે આ ટ્રીટમેન્ટથી કેન્સર મટશે જ એક વર્ષ પછી ફુલ બોડી ચેક-અપ માટે ડોકટર એન્થોની હોસ્પિટલમાં દાખલ થયા. ટેસ્ટના રીઝલ્ટથી સૌને ન માનવા જેવું આશ્યર્ય થયું. ડોકટરના માથામાં, ખભામાં, હાડકામાં અને કીડનીમાં કોઈ પણ જગ્યાએ કેન્સર ના જર્મ્સ નહોતા, ''કેન્સર ગાયબ'' ડોકટર એન્થોની બધા સ્પેશ્યાલીસ્ટ ડોકટરોને પરિણામ બતાવીને કહ્યું. તમારા બધાનો શું ઓપીનીયન છે ? Well આવી રીતે ઠીક થવું એ મેડીકલ સાયન્સ માટે શકય નથી પણ તમને ઠીક થયું તો જે કરતાં હોય તે ચાલુ રાખો. ડોકટર એન્થોની satilaro ની સાથે બનેલ ઘટનાના પરિણામથી મારી નિરાશા સદંતર ખંખેરાઇ ગઇ. કેન્સર મીન્સ કેન્સલ એ વિચાર ગાયબ મેં મનોમન કહ્યું જો ચોથા સ્ટેજનું કેન્સર મટે તો મને તો બીજા સ્ટેજનું જ કેન્સર છે. મારું કેન્સર મટશે અને ચોક્કસ મટશે. એ દરમિયાન બીજુ એક પુસ્તક મારા હાથમાં આવ્યું. એનું નામ હતું રીકવરી ફોર્મ કેન્સર Mrs. Elaile Nussdaun, Orange city New Jersey U.S આ પુસ્તકમાં લેખિકા સારા થયા એનો અનુભવ છે. હવે મારા મગજમાં બે વિચારો  આકાર લઈ રહ્યા હતા. નંબર ૧. સો ટકા સારા થઇ શકાય છે. નંબર ૨ એલોપથીથી બધું જ સારૂ થાય તે વાત માનવા જેવી નથી. આ ગડમથલ ચાલતીતી ત્યાં મારા સર્જન ડોકટર ઓહ નો ફોન આવ્યો તમારે કાલ સવારે લોસ એંન્જીલ્સ કૈઝરમાં જવાનું છે. ત્યાં ૫ કેન્સર સ્પેશિયાલીસ્ટ તમને તપાસશે. અને આગળની ટ્રીટમેન્ટની જાણ કરશે. બીજા દિવસે સવારમાં હું કેૈઝરના કેન્સર ડીપાર્ટમેન્ટમાં ગયો. પાંચેય ડોકટર એક પછી એક આવ્યા મને તપાસ્યો અને તેઓ એમના કેબીનમાં જતા રહ્યા. લગભગ બપોરના બે વાગે એક ડોકટર આવ્યો અને કહ્યું કે બધા ડોકટરોનો ઓપીનીયન છે કે તમારે રેડીએશન લેવાનું છે, મે શકય એટલી રેડિએશન વિશે માહિતી મેળવી. જેમાં રેડીએશન દ્વારા કેન્સરના ખરાબ સેલને બાળી નાખવામાં આવે છે. એટલું જ નહીં આજુબાજુના સારા એવા શ્વેત કણોને પણ અસર થાય છે. આ વિષય અવશ્ય વિચાર માગી લે. આખી રાત મનોમંથન પછી બીજા દિવસે સવારે ડોકટર ઓહ પાસે ગયો અને જણાવ્યું કે માફ કરો ડોકટર હું રેડીએશન નથી લેવાનો, ડોકટર કહે છે ''તમે શું કહો છો એ સમજાય છે ? હવે પછી કંઇ થાય તો અમે જવાબદાર નથી''મેં મારી જવાબદારી સ્વીકારી જો કેન્સરનો ઉપચાર જાપાનમાં હોય તો ભારતમાં કેમ નહી ! હવે મારે જાતે જ બધો રસ્તો કાઢવાનો હતો. આ વખતે હું પહેલાંની જેમ નિરાશ અને દિશા વિહોણો નહોતો. આમ જુઓ તો કેન્સર નો કોઈ ઈલાજ નથી' હું વાઘલધરા (વલસાડ) પાસે ગયો, ત્યાં ગૌમુત્ર ચિકિત્સા વિશે માહિતી મેળવી. એ પછી ગોંડલના શિવલાલભાઈ નો સંપર્ક સાધ્ય અને જવારાના રસ વિશે માહિતી મેળવી છેલ્લે અલોવેરા (ચમત્કારી મેડીસીન) વિશે જાણ્યું. જો આપણે શ્વેતકણ વધારીએ તો  શરીરમાંથી ટોકસીક કાઢી નાખી અને વિટામીન તથા ધાતુઓની વચ્ચે તેમજ ઓમેગા ૩.૬.૯ દ્વારા સારી રીતે શરીરને મજબૂત કરીને કેન્સરને હરાવી શકાય

હવે મેં ત્રણ પ્રાણાયામ પસંદ કર્યા એકમાં શરીરને ભરપૂર ઓકસિજન અને પ્રાણ  શકિત આપીએ. બીજામાં શરીરનું ટોકસીક બહાર કાઢીએ ત્રીજામાં ડાબી  અને  જમણી બાજુના   નાકથી (અનુલોમ-વિલોમ) સ્ટેટીક ઇલેકટ્રીક પેદા કરીને આપણી સેન્સર નસને ચાર્જ કરીએ.

છેલ્લે મે આયુર્વેદના પ્રખ્યાત વૈદ્ય ડો. પ્રિયંકાને સાનઓઝેમાં કોન્ટેકટ કર્યા એમની પાસેથી આયુર્વેદની દવા વિશે સંપૂર્ણ માહિતી મેળવી.

મને લાગે છે કે મેં લીધેલી દરેક દવા વિશે થોડી માહીતી આપુ તો અસ્થાને નહી ગણાય

 ૧.અલોવેરાનો જેનો  ઉપયોગ  શરીરની બધી જ સમસ્યામાં થાય છે. ખાસ કરીને કોન્સ્ટીપેશન અને શરીરની અંદરનો સોજો ઘટાડવા માટે તથા એન્ટી ઓકિસડેન્ટ તરીકે વપરાય છે. એ માં એન્ટી બેકટેરિયલ પ્રોપર્ટી છે.

૨. ગૌ-મુત્ર આમાં સોડિયમ, નાઇટ્રોજન, સલ્ફર, વિટામીન એબીસીડીઈ છે. ઉપરાંત ફ્લોરીન, આયરન, મેગેનીઝ, કાર્બનીક એસિડ અને એન્ઝાઇમ્સ છે.

 ૩. ઘઉંના જવારા (વીટગ્રાસ) આમાં પ્રોટીન ભરપુર માત્રામાં છે. ઉપરાંત પોટેશિયમ વિટામીન એ.સી.ઇ. બી-૬, આયરન, ઝિંક, કોપર, આમાં એક સમસ્યા છે. જવારાના કુમળા પાન માંથી રસ કાઢીને બે મિનિટમાં પી જવાનો હોય છે.

ડોકટર પ્રિયંકાની દવાઓ

Zyflamend:- આ સોજા માટે કાર્ડીયો વાસ્કયુલરના નોર્મલ ફંકશન માટે

Every Man-II આ મલ્ટી વિટામીન છે.

Prostate 5L :- પ્રોસ્ટેટ ની બધી સમસ્યાઓ માટે અને પ્રોસ્ટેટ નોર્મલ ફંકશન માટે.

Vitamin C (500mg)- આ વિટામિન સપ્લિમેન્ટ છે.

Calcium Magnesium Zinc:- એમીનો એસીડના ફુલ રેન્જ માટે.

5-HTP (100mg):- વજનના કંટ્રોલ માટે.

Vitamin E (400 IU each):- વિટામિન સપ્લિમેન્ટ છે.

CoQ10 (60mg):- એન્ટી ઓકસીડેન્ટ અને હાર્ટના હેલ્થ માટે.

Alpha Lipoic Acid (100mg):- બાયોટીન સાથેનું પાવરફુલ એન્ટીઓકસીડેન્ટ

  Tulasi.- ઉધરસ અને શરીરના ઈન્ફેકશન માટે  એન્ટી બેકટેરીયલ છે, પાવર ફુલ રીસ્પાયેટરી સપોટ માટે

Guduchi -   શ્વેત કણોની વૃદ્ઘિ માટે ઇમ્યુન સીસ્ટમની વૃદ્ઘિ માટે અને ઇન્ફેકશનનો સામનો કરવા માટે

Herbal Antibiotics- બ્લડ સાફ કરવા માટે.

Ashwagandha:- શરીર ની વૈટાલીટી વધારવા માટે,

Amalaki:- વિટામીન- સી

TEA

Rooibos tea (Morning)

Pau d’Arco tea (noon)

Org Chamomile tea (evening)

Vegetarian Omega 369

વાચક મિત્રો આપણે જણાવવાનું કે ઘણી મહેનતથી સર્વ જન હિતાય, સર્વ જન સુખાય આ મારી અનુભવેલી માહિતી આપને આપી છે. હું કોઈ ડોકટર, વૈદ્ય કે ફાર્મસીસ્ટ નથી. હું તમારામાનો જ એક છું. તમારા શરીર વિશે તમે જાણો છો એટલું કોઇ જ નથી જાણતુ. ભગવાને આપેલ આ કાયાને જાળવી રાખવી કે બગાડવું એ આપણા હાથમાં છે. આખો દિવસ મરવાના વિચારોને જાકારો આપો અને હંમેશા પોઝિટિવ વિચારોને વેલકમ કરો. તો ઉઠો, જાગો અને જુઓ તમે તમારૂ શરીર તમારા પ્રયત્ન થી સાજુ - માજુ થયું છે. તમારી કેન્સરની લડત માટે મારી શુભકામના.

બલરામ આર્ય

શાંતિનીકેતન, સીનીયર લીવીંગ -અમદાવાદ

(11:48 am IST)