Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

૬ જુલાઇથી ભાજપ સંગઠન પર્વઃ ગુજરાતમાં ઓછામાં ઓછા ર૦ લાખ સભ્યો વધારાશે

ગાંધીનગરમાં આજે ભાજપ સંગઠન અને ધારાસભ્યોની અલગ-અલગ બેઠકો

રાજકોટ, તા., ૧૮: ભાજપ દ્વારા આજે પ્રદેશ કાર્યાલય કમલમમાં શહેર જિલ્લા પ્રમુખો તેમજ ધારાસભ્યોની અલગ અલગ બેઠકો યોજાયેલ છે.

 

જેમાં સંગઠન પર્વ ધારાસભ્યનું સત્ર, રાજયસભાની ચુંટણી તેમજ આગામી કાર્યક્રમોની માહીતી અપાશે. સંગઠન પર્વના ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ અને પુર્વ ગૃહમંત્રી રજની પટેલને જવાબદારી સોંપાયેલ છે. ઝોન અને જિલ્લાવાર સંયોજકો મુકાશે.

 

ભાજપના વર્તુળોના જણાવ્યા મુજબ ૬ જુલાઇથી સંગઠન પર્વ શરૂ થશે. ગુજરાતમાં ગયા વખતે ૧.૧૧ કરોડ સભ્યો નોંધાયેલા આ વખતે ઓછામાં ઓછા ર૦ ટકા વધારાનો લક્ષ્યાંક છે. કુલ સભ્ય સંખ્યા સવા કરોડથી વધુ પહોંચાડાશે. સભ્ય નોંધણીની પધ્ધતી સમયપત્રક, લક્ષ્યાંક વગેરેની માહીતી આજની બેઠકમાં અપાશે.

(12:28 pm IST)