Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

વહેલી સવારે અમદાવાદ સહીત રાજ્યના અનેક શહેરોમાં વાતાવરણ પલટાયું : વરસાદી માહોલ

અમદાવાદ, રાજકોટ, અમરેલી, ઉના, ધોરાજી, ઉપલેટા, જેતપુર, વેરાવળ, શાપર, ભાવનગર, પાલીતાણા, મોરબી સહિતના ગામોમાં ધીમીધારે વરસાદ

અમદાવાદ :વહેલી સવારથી અમદાવાદ સહીત રાજ્યના અનેક શહેરોમાં વાતાવરણ પલટાયું છે અને ધીમીધારે વરસાદ વરસ્યો હતો અમદાવાદના એસજી હાઈવે, પ્રહલાદ નગર, જીવરાજ જેવા વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવાયો હતો અને સાથે જ ધીમીધારે વરસાદ શરૂ થઈ ચુક્યો છે.   વરસાદના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભયંકર બફારા અને ગરમીથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી થોડા દિવસો સુધી પણ આ રીતે વરસાદી ઝાપટા પડી શકે છે.

રાજકોટમાં સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. સવારથી સવારથી શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યા હતા

   અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજુલાના પીપાવાવ,જૂની માંડરડી,આગરિયા,કોટડીમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે

ઊનામાં વહેલી સવારથી હવામાન વાદળછાયું રહ્યું. અને વરસાદ થયો. વહેલી સવારે પવન સાથે ધોધમાર વરસાદ થયો. ભારે બફારા બાદ હવામાનમાં ઠંડક પ્રસરતાં લોકોએ રાહત અનુભવી હતી

  રાજ્યના ધોરાજી, ઉપલેટા, જેતપુર, વેરાવળ, શાપર, ભાવનગર, પાલીતાણા, મોરબી સહિતના ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો 

 
(11:19 am IST)