Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

દિવ્ય રથયાત્રા પહેલા જળયાત્રા : મામાને ઘરે પહોચ્યા ભગવાન જગ્ગન્નાથ:હવે મંદિરમાં થશે નિગ્રહના દર્શન

ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવશે

અમદાવાદ :ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રની નિકળી હતી. ભગવાન જગન્નાથ મામાના ઘરે પહોંચ્યા છે ભગવાન જગન્નાથજી તેમના મોસાળમાં આગામી 14 દિવસ સુધી વિશ્રામ કરશે. સાથે જ ભગવાન જગન્નાથજીના નિગ્રહના દર્શન જ થઈ શકશે. એટલે કે ભગવાનની પ્રતિમાના સ્થાને તેમના ફોટો મુક્વામાં આવશે. માન્યતા અનુસાર ભગવાન જગન્નાથજી મામાને ઘેર ગયા હોવાથી તેમના દર્શન થઈ શકતા નથી. 

ભગવાનની પ્રતિકૃતિ સ્વરૂપ ઝાંખીના દર્શન થાયે તે હેતુથી વાજતે ગાજતે, બેન્ડવાજા અને બગી ગાડી સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલભદ્રની શોભાયાત્રા પણ નીકળી હતી. સાંજે પાંચ વાગ્યે સરસપુરના આંબેડકર હોલથી શોભાયાત્રાનું પ્રયાણ થયેલ  અને સાંજે છ વાગ્યે વાજેત ગાજતે અને રંગેચંગે ભગવાન જગન્નાથજી સરસપુરના રણછોડરાયજી મંદિર સ્થિત પોતાના મોસાળમાં પધરામણી કરી હતી . 

તા.૧૭મી જૂનથી તા.૨ જૂલાઇ દરમ્યાન રોજ સાંજે પાંચથી સાત વાગ્યા દરમ્યાન સરસપુર મંદિર ખાતે પણ ભકતજનો દ્વારા ખાસ કરીને મહિલાઓ-બહેનો દ્વારા ભજન-ધૂનના ભક્તિ કાર્યક્રમો જામશે. મોસાળથી ભગવાન પરત નિજમંદિરે આવ્યા બાદ અષાઢી બીજના રોજ ભગવાનના દર્શન થશે. ભગવાનની મોસાળમાં પધરામણી થતા લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

(10:49 pm IST)